Page:-46
ઇશાન થોડા ખુન્નસથી ગુપ્તાની સામે જોઈ રહ્યો .. ગુપ્તા બોલ્યો..જો ઇશાન મને ગુજરાતી મરાઠી અને બંગાળી પણ બોલતા આવડે છે.. જેટલું કહું છું ને એટલું કર..જા પર્સી ઉભો થયો છે જો,હવે વોશરૂમમાં જશે એ..અને ગુપ્તાનું અનુમાન બિલકુલ સાચું નીકળ્યું પર્સી ખંભાતા વોશરૂમમાં ગયો એની પાછળ ઇશાન ગયો, બને જણા બાજુ બાજુમાં બાથરૂમ કરવા ઉભા રહ્યા..પર્સી સેહજ ત્રાંસી નજરે ઇશાનને જોઈ અને પછી હાથ ધોવા વોશ બેસીન પર ગયો, ઇશાન પાછળ આવ્યો એણે ફટાફટ હાથ ધોઈ અને નિકોટીન ચ્યુઇન્ગમ કાઢી અને પર્સીને ઓફર કરી પર્સીએ ઝપટ મારીને આખું ચ્યુંન્ગમનું ખોખું લઇ લીધું અને એકસામટી ચાર પાંચ મોઢામાં પધરાવી દીધી,અને આંખો બંધ કરીને ચાવવા માંડ્યો બે મિનીટ રહીને એને કિક આવી પછી આંખો ખોલી અને ઇશાનની સામે જોયું અને ચ્યુંન્ગમની ડબ્બી પાછી આપી ઈશાને ઈશારાથી કીધું રાખી લે મારી પાસે છે..
ઇશાન અને પર્સી ખંભાતાની દોસ્તીની એ શરૂઆત હતી..
બંને જણા વોશરૂમમાંથી બહાર આવ્યા ગુપ્તા તરત જ ઇશાન પાસે ગયો અને પૂછ્યું ડબ્બી ?ઇશાન બોલ્યો એણે રાખી લીધી ગુપ્તા બોલ્યો દેખાય છે એટલો બેવકૂફ નથી તું ઇશાન..એની પાછળ જ લાગેલો રેહજે..તારે દોસ્તી કરવાની છે પર્સી ખંભાતા જોડે..પણ ઓકાત મેં રેહના વો કાયા ઓટોમોટીવ કા હોને વાલા માલિક હૈ..ઇશાન કઈ બોલ્યો નહિ..
છેવટે ફ્લાઈટ એનાઉન્સ થઇ બધા લોન્જની બહાર નીકળ્યા અને બોર્ડીંગ ગેટ તરફ આગળ વધ્યા..
મિલન દવે ,પર્સી ખંભાતા ,સિલ્વારાજ ત્રણે જણા ફ્લાઈટમાં આગળ બીઝનેસ ક્લાસમાં ગોઠવાયા, અને બાકીના બધા ઈકોનોમી ક્લાસમાં બેઠા ઇશાનએ વિન્ડો સીટ પકડી અને એની બાજુમાં શર્વરી અને એની બાજુમાં ગુપ્તા બેઠો…ફ્લાઈટ આગળ દિલ્લીથી આવેલી હતી,ટેક ઓફ થયાને વીસ મિનીટ પછી શર્વરીની સીટ પાસે એક પાત્રીસ વર્ષનો એક હેન્ડસમ સુટ ટાઈ પેહરેલો એક્ઝીક્યુટીવ આવી ને ઉભો રહ્યો અને બોલ્યો હલ્લો શર્વરી ..શર્વરી એકદમ શોક થઇ ગઈ અને બોલી વોટ અ સરપ્રાઈઝ ચિરાગ..આફ્ટર લોંગ લોંગ ટાઈમ..ઇશાનને જેલસી થઇ ગઈ ચિરાગને જોઇને. .ચિરાગએ પૂછ્યું કેમ છે તું ગોવા?
શર્વરી એ કીધું ગોવા..બિઝનેસ મીટ અને શર્વરીએ ગુપ્તા અને ઇશાન સાથે ચિરાગની ઓળખાણ કરાવી..થોડી ફોર્મલ વાતો કરી અને ચિરાગ પોતાની સીટ પર જતો રહ્યો.શર્વરીના દિલમાં જબરજસ્ત તોફાન ઉઠ્યું હતું ચિરાગને જોઇને, CONT..47