Page:-47
શર્વરીને મનથી ચિરાગ એને ખુબ ગમતો એક જમાનામાં ચિરાગને પરણવાના સપના જોતી હતી શર્વરી, પણ પછી એ જ ચિરાગે એને આડા રસ્તે ધકેલી ..પેહલીવાર પેલા ડોકટરનું ચાર કરોડનું પ્રીમીયમ લેવા માટે શર્વરીને..
અને પાછું એમાં પણ શર્વરીને તો પાચ લાખ રૂપિયા આપીને પટાવી દીધી અને ચાર કરોડ રૂપિયાના પ્રીમીયમનું સવા કરોડનું કમીશન ચિરાગ પોતે એકલો ખાઈ ગયો હતો…અને એ વિચારે શર્વરીનું મન ખારું કરી નાખ્યું અને શર્વરી એકદમ હોશમાં આવી ગઈ..ગોવાની એક માત્ર સેવન સ્ટાર હોટેલમાં બધાની રૂમો હતી, આજનો દિવસ રીલેક્સ હતો બીજા દિવસે સવારે સીડીઆઈસી અને કાયા ઓટોમોટીવની મીટીંગ હતી ..શર્વરીની બિલકુલ બાજુની રૂમમાં ગુપ્તાજી હતો, ઇશાનની રૂમ થોડે દુર હતી દરેક જણાને સિંગલ રૂમ આપવામાં આવી હતી..આજે રાત્રે બને કંપની અને બીજા કાયા ઓટોમોટીવ ના વેન્ડર્સ અને ફાઈનસ પાર્ટનરસની બીચ પાર્ટી હતી..!
બપોરે સીડીઆઈસીનો સ્ટાફ લંચ માટે ભેગો થયો અને સવારની બોમ્બે એરપોર્ટ અને ફ્લાઈટમાં થયેલી વાતોનું અને પોઈન્ટ્સનું એનાલીસીસ કરતો રહ્યો, લંચ માટે એમની સાથે ચેરમેન દિનેશ પારેખ પણ જોડાયા,શર્વરી અને ઇશાન ચુપચાપ બધું સાંભળતા હતા,લંચ પત્યું પછી ગુપ્તાજીએ ઇશાનને બાજુ પર બોલાવ્યો અને એક બહુ મોટી વિદેશી બ્રાંડ ટ્રેઝર ગોલ્ડની સિગારેટ આપી ..લે ઇશાન પી લે.. ઇશાન બોલ્યો હું ના ના..ગુપ્તાજીએ કીધું એકવાર પીધી છે ને હવે બીજી ત્રીજી વાર પી લે..ઇશાન બોલ્યો ના ના એમ તો ઘણી વાર પીધી છે પણ હમણાં બે ત્રણ વર્ષ થી છોડી દીધી છે .. ગુપ્તાજી બોલ્યા ..શાબાશ લે ચાલુ કર ફરી મફતનો માલ છે ફરી નહિ પીવા મળે અઠ્યાવીસ પાઉન્ડનું પાકીટ છે એક ..ઇશાન પોતાની જાતને રોકી ના શક્યો..અને સિગરેટ સળગાવી..ધીમે ધીમે કશ ખેંચતો ગયો..ઇશાનને એકદમ હળવી કિક આવી ,મજા આવી ગઈ .. ગુપ્તાજીએ કીધું ચલ મારી રૂમ પર ઇશાન ગુપ્તાજીન જોડે ગયો એની રૂમ પર અને ત્યાં ગુપ્તાજીએ એને એ જ બ્રાંડના સિગરેટના દસ પેકેટ આપ્યા પાંચ તારા અને પાંચ પર્સી ખંભાતા માટે..
આજે રાત્રે બીચ પાર્ટી છે કાયા ઓટોમોટીવની એમાં બીજી બધી કંપનીઓના લોકો પણ હશે પ્રેસ અને મીડયા પણ હશે ,પર્સી ઉપર બધાનું ફોકસ હશે એ ખુલ્લેઆમ સિગરેટ પી નહિ શકે તું તારા કોટના ખિસ્સામાં છ સાત પેકેટ રાખજે,એને જેવી તલબ વધશે એટલે એ વોશરૂમ તરફ દોડશે અને ત્યાં પછી તારે શું કરવાનું છે એ હવે મારે કેહવાનું છે ?CONT..48