Page:-52
શર્વરીએ પણ એક ગ્લાસ હાથમાં લઇ લીધો..
પાર્ટીમાં રંગત જામી હતી બધા ધીમે ધીમે પોતના ગ્રુપ જમાવતા જતા હતા..બીચ પર અંધારું છવાયું હતું બીચ પર હવે ખાલી દરિયાનો અવાજ આવતો હતો, દરિયાનું પાણી હવે દેખાતું નોહતું ..
શર્વરી પર્સી ખંભાતા પર નજર જમાવીને બેઠી હતી, પર્સી એના ગ્રુપમાંથી સેહજ અલગ થઈને એક કાઉન્ટર તરફ ગયો રસ્તામાં એને ચિરાગએ પકડી લીધો,બંને જણા વાતો કરતા હતા અને શર્વરીએ મોકો પકડ્યો એ ચિરાગ પાસે જઈ પોહચી અને બોલી હાઈ ચિરાગ.. હાઈ પર્સી.. પર્સી એ હાઈ કરી અને થોડા શર્વરીના વખાણ કર્યા અને ચિરાગએ પર્સીને એક સિગરેટ ઓફર કરી,શર્વરી સિગરેટનું ખોખું જોઈને બોલી ઓહ ટ્રેઝર ગોલ્ડ વાઉ મારી ફેવરીટ..
ચિરાગએ શર્વરીની સામે સિગારેટનું ખોખો ધર્યું પર્સીએ પણ એક લઇ લીધી ચિરાગએ કીધું લેટ્સ ગો ટુ સ્મોકિંગ એરિયા અને ત્રણે જણા સ્મોકિંગ એરિયામાં ગયા અને ત્રણે જણાએ સિગરેટ સળગાવી..ત્રણે જણા વાતો કરતા હતા એટલામાં ઇશાન હાફળો ફાફળો થઈને દોડતો આવ્યો..શર્વરીએ કીધું રીલેક્સ ઇશાન.. ડોન્ટ રન..
ચિરાગએ શર્વરીને કીધું અરે મેમ તમારો જાદુ જ એવો છે ને કે બિચારો ચેક અહી સુધી ખેંચાઈને આવ્યો છે ..પર્સીએ ચિરાગની કોમેન્ટને હળવાશમાં લઇ ને કીધું સાચી વાત છે મેમ યુ લુક રીઅલી ગોર્જીયસ..શર્વરી એની અદામાં નજાકત લાવી ને બોલી થેંક યુ પર્સી જી..
ઇશાન ફક્ત એ ત્રણ ને વાત કરતો જોતો જ રહ્યો હતો અને ત્યાં એમની બાજુમાંથી મિલન દવે પસાર થયો..શર્વરીના હાથમાં સિગારેટ જોઈ અને એને થોડું શર્વરીનું આકર્ષણ થયું,સિગારેટ પીતી સ્ત્રીએ મિલન દવેનો નબળો પોઈન્ટ હતો..અને બે પેગનો હળવો નશો પણ મિલન દવેને થઇ ગયો હતો..શર્વરીનો જાદુ જબરજસ્ત મિલન દવેની પર સવાર થઇ ગયો પણ મિલન દવે કસાયેલો કોર્પોરેટ હતો ,એની બોડી લેન્ગવેજ પરથી તો જરાપણ એણે કળવા ના દીધું કે શર્વરી પાછળ એ લટ્ટુ થયો છે..!
મિલન દવે ચારે જણા પાસે આવીને ઉભો રહ્યો, પર્સીએ એકવાર ફરી શર્વરીની ઓળખાણ કરાવી શર્વરી ફ્રોમ સીડીઆઈસી અમદાવાદ..મિલન દવે બોલ્યો શર્વરી ફ્રોમ અમદાવાદ..? મિલન દવેને શર્વરી જોડે ઓળખાણ વધારવાની ઈચ્છા થઇ ગઈ અને છેવટે એ પોતાની જાતને શર્વરી જોડે વાત કરતા રોકીના શક્યો એટલે એક સવાલ પછી બીજો સવાલ પૂછતો રહ્યો..CONT..53