Page:-79
મર્સિડીઝમાં બેસી અને મિલને ગાડી ચાલુ કરી અને પેહલા જ પર્સીને ફોન લગાડ્યો.. થોડી રીંગો વાગી પર્સીનો ફોન ના ઉપડ્યો.. ફરી રીંગો વાગી દરિયા કિનારાની રેતમાં પડેલા પર્સીએ ફોન ઉપાડયો મિલન કેલંગુટમાં છું ..હોટેલ પાર્ક કેલંગુટની સામે બીચ પર આવો..મિલન ગભરાયો ફોન કાપ્યો ..શર્વરી પેલા બે જણા કેલંગુટ પોહચી ગયા છે નક્કી ડોપિંગ કર્યું હશે પર્સીએ..જહાંગીર કાવસજીને ખબર પડી ને તો મારી ખેર નહિ રહે..મિલને એના ફોનમાં ગુગલ મેપ ચાલુ કરીને ગાડી ભગાવી શર્વરીએ પૂછ્યું શું મામલો છે જીજુ ? પર્સી ડ્રગ એડીકટ છે એને એ એડિકશનમાંથી બહાર લાવવા માટે ત્રણ મહિના રિહેબિલિટેશન સેન્ટરમાં થાઈલેન્ડ મૂક્યો હતો, અને પર્સીને જહાંગીર કાવસજી અને મેહરાનએ પર્સી મારી દેખરેખ હેઠળ એ રેહશે એ શરતે પર્સીને ગોવા મોકલ્યો છે નહિ તો બોમ્બેમાં પર્સીની માં મેહરાન એની જોડે પડછાયાની જેમ રહે છે..! મિલન ગાડી ભગાવતો કેલંગુટ પોહચ્યો,હોટેલ પાર્ક કેલંગુટની સામે પાર્ક કરી અને એ અને શર્વરી સામે બીચ પર લગભગ દોડ્યા અંધારું પુષ્કળ હતું મોબાઈલમાં થી ફરી મિલને ફોન લગાડ્યો થોડે દુર અંધારામાં રીંગ વાગી બંને જણા ત્યાં દોડ્યા પર્સીની છાતી પર માથું રાખીને ઇશાન ઘસઘસાટ ઊંઘતો હતો..અને પર્સી પણ ઊંઘતો હતો.. દરિયાની રેતીમાં.. મિલને કીધું તું અહિયાં ઉભી રહે હું સોડા ,લીંબુ અને પાણી લઈને આવું એટલે આમનો નશો થોડો ઉતરે અને સરખા થાય અને હું આવું નહિ ત્યાં સુધી તું આ બે ને જગાડતી નહિ .. થોડીવારે મિલન એક પ્લાસ્ટિક બેગ ભરીને વસ્તુઓ લઈને આવ્યો..એમાંથી એક મિનરલ વોટરની બોટલ ખોલી અને બંને ઉપર પાણી છાંટ્યું.. થોડા હાલ્યા અને બેઠા થયા.. મિલને સોડા એમના મોઢા પર મારી , શર્વરી ઇશાનની નજીક જવા ગઈ .. મિલને હાથ પકડી અને રોકી લીધી અને ઈશારો કર્યો રેહવા દે.. બંને જણા જાતે ઉભા થયા મિલને એમને પાણીની બોટલ આપી..મોઢા જાતે ધોયા ,પર્સીએ પેહલા જેકેટના ખિસ્સામાં પડેલા દોઢ લાખ રૂપિયા અને હશીશનું પેકેટ ચેક કર્યું બધું જ સલામત હતું ઇશાન શર્વરીની સામે જોતો અને આડું જોઈ જતો કપડા ખંખેર્યા બંને મિલનની ગાડીમાં ગોઠવાયા રાતના અઢી વાગ્યા હતા..પર્સીનો મોબાઈલ રણક્યો.. ડિસ્પ્લે થયું વોલ્ડમોર્ટ..પર્સીએ ફોન કાપી નાખ્યો સામેથી ફરી ફોન આવ્યો એણે મિલનને ફોન આપ્યો લો તમે વાત કરી લો..ગાડી ચલાવતા મિલને કીધું કોણ છે.? પર્સીએ ફોન ઓન કરીને મિલનને આપી દીધો.. અવાજ એક સ્ત્રીનો આવ્યો પર્સી ડીકરા ક્યાં છે તું ? મિલને કીધું મેમ મિલન હિયર..પર્સી મારી સાથે કારમાં છે અને સેઈફ છે..CONT..80