Page:-83
મીટીંગ રૂમમાં ઓનલાઈન કેમરા ગોઠવાયા સર્વર રૂમ સેટ અપ તો આગલી રાતથી થઇ ગયો હતો, હિન્દુસ્તાનના સવારના દસના ટકોરે મીટીંગ ચાલુ થઇ અને જર્મની બર્લિનમાં હજી અંધારું ઘોર હતું પણ ત્રીમ્પોલી ફાઈનાન્સનો સ્ટાફ બર્લિનમાં બિલકુલ સેટેલાઈટ મીટીંગ માટે સજ્જ બેઠો હતો.. એક પછી એક મુદ્દા લેવાયા .. વીસ હજાર કરોડની બેંક ગેરેંટી માટે માર્કેટ રેટ કરતા અડધા ટકાના ફર્ક પર ત્રીમ્પોલી બર્લિન એગ્રી થઇ ગયું ..અને એક લાખની ગાડીના ઇન્શ્યોરન્સ માટે કાયા ઓટોમોટીવ એગ્રી થયું..ચિરાગ માટે તો જેકપોટ હતો અને મિલન દવે માટે પણ..ત્રીમ્પોલી એકલું જ વીસ હજાર કરોડની બેંક ગેરેંટી આપે તો સીડીઆઈસીને નમાવીને દસ હજાર કરોડની ગેરેંટી લઇ લઈશ પછી તો એક લાખની ગાડી ફેઈલ જાય તો પણ કાયા ઓટોમોટીવનો કોઈ વાળ વાંકો ના કરી શકે..
ચોવીસ કલાકમાં ફક્ત બે કલાકની ઊંઘ કરેલો મિલન જીવ પર આવીને લડતો હતો સામે ચિરાગ પણ ચોવીસ કલાકનો જાગેલો હતો એના માટે પણ આ મીટીંગ જીવન મરણની મીટીંગ હતી, બંને જણા પોતાના મેનેજરીયલ સ્ટાફ જોડે એક પછી એક મુદ્દાઓને લઈને મીટીંગમાં ધડાબડાતી બોલાવતા હતા, કેમરા પર બેઠેલો બર્લિનનો સ્ટાફ અને બીજી બાજુ પોતાના રૂમમાં બેઠા બેઠા વિડીઓ કોન્ફરન્સિંગથી આખી મીટીંગને જોતો અને મોનીટર કરતો જહાંગીર કાવસજી ખંભાતા પણ મિલનની નવી સ્ટ્રેટેજીને મોઢામાં આંગળા નાખીને જોતો રહ્યો.. ત્રીમ્પોલીનો બર્લિનનો સ્ટાફ મિલન અને ચિરાગની કાબેલિયત ના કાયલ થઇ ગયા..અને યુરોપની બેન્કિંગ સેક્ટરની ભયંકર મંદીથી કંટાળેલા ત્રીમ્પોલીના બર્લિનમાં બેઠેલા કોર મેનેજમેન્ટની નજરમાં મિલન અને ચિરાગ વસી ગયા અને એમને ઇન્ડિયામાં ત્રીમ્પોલીનું જબરજસ્ત ભવિષ્ય દેખાવા લાગ્યું..બપોરના સાડા બાર થયા ત્રીમ્પોલી અને કાયા ઓટોમોટીવ વચ્ચે સહી સિક્કા થયા.. ઇન્ડિયામાં એક ધમાકાભેર ત્રીમ્પોલી ફાયનાન્સની થઇ કાયા ઓટોમોટીવના ખભે ચડીને..!!
મિલન થોડો નવરો થયો અને તરત જ એણે શર્વરીને ફોન લગાડ્યો ક્યાં છે તું ?અને પેલા બે શું કરે છે?શર્વરી એ કીધું હજી ઊંઘે છે હું તૈયાર છું,શર્વરી સાડી પેહરીને તૈયાર થઇ હતી.. મિલને કીધું ઉઠાડ અને પર્સીને ઇશાનના રૂમમાં મોકલી દે મેં એના કપડા ઇશાનના રૂમમાં મોકલી દીધા છે..કાયા અને સીડીઆઈસીની મીટીંગ મેં બપોરે શિફ્ટ કરી છે તું એ બંને ને લઈને લંચ રૂમમાં આવ ફટાફટ..જહાંગીર કાવસજી અને દિનેશ પારેખ પર્સનલી આવેછે મીટીંગ માટે….CONT..84