Page:-89
તમારા આ પ્રોજેક્ટને સકસેસ કરવા માટે એક જ રસ્તો છે થ્રી વ્હીલરને રિપ્લેસ કરો ટુ વ્હીલર નહિ, તો જ તમે સકસેસ જશો નહિ તો તમે મિઝરેબલી ફેઈલ જશો..આટલું બોલીને પર્સી બેસી ગયો મિલનને હવે બાજી સંભાળવાની આવી હતી ,પર્સીએ એના બાપના ભરી સભામાં કપડા ઉતારી લીધા, આખી કાયા ઓટોમોટીવના અસ્તિત્વને હલાવી નાખતા સવાલો અને જવાબો નાખી દીધા હતા..મિલને પોતાના વક્તવ્યની શરૂઆત કરી.થેંક યુ પર્સી તમારી આ કોમેન્ટ્સ માટે , હું પણ ઘણા વખતથી આ પોઈન્ટ અને લાઈન પર વિચારી રહ્યો હતો પણ મને એમ હતું કે આ પોઈન્ટ ઉપર આપણે કાયા ઓટોમોટીવની એક અલગથી ઇન્ટરનલ મીટીંગ કરીશું પણ.. પર્સી એકદમ ગુસ્સાથી ઉભો થઇ ગયો અને બોલ્યો ઇન્ટરનલ મીટીંગ એ શું ? આ ઇન્ટરનલ મીટીંગ તો છે ,મિસ્ટર ખંભાતા અને મિસ્ટર પારેખ બંને બેસ્ટ ફ્રેન્ડસ છે , સિલ્વારાજ સર ને તમે તમારા ગુરુ કહો છો શર્વરી મેમ તમારી રીલેટીવ છે અને આ ઇશાન મારો બેસ્ટી છે.. રહી વાત સીડીઆઈસીના બીજા આ ચાર પાંચ લોકોની તો આઈ એમ શ્યોર કે એ બધા આપણા કરતા પણ વધારે આપણું હિત જોઈ શકે છે, આ મીટીંગમાં કોઈ જ પરાયું નથી કેરી ઓન મિલન સર લેટ્સ ડિસ્કસ ઓપન્લી..છુપાવવાનો મતલબ નથી,અને એ પણ આપણા બેન્કર્સથી..મિલનના મોઢા પર એક સજ્જડ તમાચો પર્સીએ માર્યો..મિલનને આગળ બોલ્યા વિના છૂટકો જ નોહતો.. પર્સી યુ આર મિસટેકન મારો કેહ્વાનો મતલબ કશું છુપાવવાનો નોહતો ઇનફેકટ એક અલગ મીટીંગ કરી અને આપણે આ બધા જ લોકોને બોલાવી અને એમની હાજરીમાં જ આ વાત ડિસ્કસ કરતે પણ એની વે મિસ્ટર ખંભાતા અને મિસ્ટર પારેખ જો એલાઉ કરે તો હું આ પોઈન્ટ અત્યારે જ ઓપન કરું અને પર્સી એ કહેલી અને ઉભા કરેલા પોઈન્ટ જો સાચા પડે તો મારી સ્ટ્રેટેજી શું હશે એ પણ હું મુકવા માંગું છું..જહાંગીર કાવસજી એ દિનેશ પારેખની સામે જોયું અને દિનેશ પારેખ એ માથું હલાવીને હામી ભરી એટલે જહાંગીર કાવસજીએ કીધું કેરી ઓન મિલન..મિલને ચાલુ કર્યું.. ફ્રેન્ડસ ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યા સુધી શ્રીમતી શર્વરી ભગત સાથે આ જ ટોપિક પર મારે ડિસ્કશન થયું હતું અને શર્વરી ભગત સાથે જ આ ટોપિક લેવાનું એક મોટું કારણ મારે એ હતું કે મીસીસ શર્વરી ભગત સીડીઆઈસીના ગુજરાત ઓટો ફાયનાન્સ ડીવીઝનના હેડ છે અને તમે બધા જાણો છો એમ આપણા દેશનું હેચબેક અને નાના ફોર વ્હીલરનું માર્કેટ એકલા ગુજરાતમાં ચોવીસ ટકાનું છે જે સૌથી વધારે છે,બીજા કોઈ જ રાજ્યનું આટલુ મોટું માર્કેટ નથી..CONT..90