Page:-95
દારૂ અને હશીશના નશાને લીધે પર્સીનું શરીર ઊંઘ માંગતું હતું અને નાયેશાની યાદ એને ઊંઘવા નોહતી દેતી..
અજવાળાને લીધે શર્વરી થોડી વેહલી ઉઠી ગઈ ઉપર દેખાતું કાળુ આકાશ લાલ હતુ..એણે પોતાના કપડા પેહર્યા અને ઇશાનને ઊંઘતો મૂકીને એ નીચે આવી અડધો ઘેનમાં પર્સી બાર ટેબલ પર બેઠો હતો, શર્વરી એની પાસે ગઈ પર્સી..પર્સી શર્વરીને વળગી પડ્યો .. આઈ કાન્ટ લીવ વિધાઉટ હર શર્વરી..પર્સી રડતો રહ્યો શર્વરી એને બાજુના સોફા લઇ ગઈ એના માથે હાથ ફેરવતી રહી અને ધીમે ધીમે બંને જણા સોફામાંથી ફ્લોર પર પડી અને સુઈ ગયા… કલાક એક રહીને ઇશાન નીચે આવ્યો, શર્વરીના ડાબા પડખામાં પર્સીને ભરાઈને સૂતેલો જોયો.. પોતે નજીક આવી અને શર્વરીના જમણા પડખામાં ભરાઈને સુઈ ગયો ..
ત્રણે જણા બપોરના ત્રણ વગ્યા સુધી ઊંઘી રહ્યા..જોસેફએ બારણું ખખડાવ્યું બાબા ..બાબા .. ઉઠો કોસ્ટ ગાર્ડ આયેંગે બાબા ..ત્રણે ઉઠ્યા હાથ મોઢા ધોયા ફ્રીઝમાં પડેલું ખાધું અને જોસેફે બોટનું લંગર ઉપાડ્યુ ..
ઇશાન અને પર્સીની દોસ્તીનો એક નવો અધ્યાય હતો..બોટ કિનારે આવી ટેક્ષી તૈયાર હતી લેપટોપ બેગમાં પડેલા દોઢ લાખ પર્સી એ જોસેફને આપી દીધા..ત્રણે જણા સાંજ પડ્યે હોટેલમાં આવ્યા,આ વખતે હવે ઇશાનને કોઈ પૂછનાર નોહતુ પણ શર્વરીના રૂમ પર તરત જ એક ફોન ગયો , શાવર લેતી શર્વરીએ બાથરૂમમાંથી ફોન ઉપાડ્યો ..મિલનનો ફોન હતો ક્યાં હતા તમે તમારા મોબાઈલ સ્વીચ ઓફ કેમ આવે છે ?પર્સી જોડે પાર્ટી માં હતા હાઈ સીઝમાં બધાના મોબાઇલ નેટવર્ક શોધીને થાકી ગયા એટલે એની બેટરી મરી ગઈ જીજુ..
ઓહ છેક અત્યાર સુધી પાર્ટી કરી ?
હા જીજુ ચાર વગ્યા સુધી પાર્ટી ચાલી અને સવારના છ વાગ્યા સુધી આફટર પાર્ટી ચાલી..કોઈ અરજન્ટ કામ? ના તું ક્યારે અમદાવાદ જવા નીકળે છે ? શર્વરીને ના ગમતો સવાલ આવી ગયો કાલે સવારે અર્લી મોર્નિંગ ..
ઠીક છે હું નેક્સ્ટ વિક આણંદ આવું છું ત્યારે મળીએ,એનો ફોન મુક્યો અને ડોરબેલ વાગ્યો શર્વરીએ બાથરૂમમાંથી જ બુમ મારી કોણ? ચિરાગ હિયર..શર્વરી ટોવેલ લપેટીને બાથરૂમમાંથી બહાર આવી અને ડોર ખોલ્યો..ચિરાગ ટોવેલ લપેટેલા શર્વરીના શરીરને જોઈ રહ્યો એને આજે શર્વરી કઈ જુદી લાગતી હતી,ચિરાગ સેહજ અડકવા ગયો શર્વરીનેCONT..96