Pashmita:- 1
માગશર મહિનાની એકદમ ફૂલગુલાબી ઠંડી ઠંડી સવાર હતી, સવારના લગભગ આઠ એક વાગ્યાના અરસાનો સમય હતો,ગોદડાની બહારની મારી સવાર હજી પડી નોહતી,મીઠી નીદરડીનો છેલ્લો એક ભાગ હું માણતો હતો અને ત્યાં અચાનક જ મારા મોબાઈલની ઘંટડી રણકી, મારી એ મીઠી મધુરી ઊંઘ તૂટી એટલે કયો દુશ્મન સવાર સવારમાં આવ્યો એમ વિચારીને એકદમ અણગમા સાથે પથારીમાં પડ્યા પડ્યા ગોદડામાં ભરયેલા અને લગભગ અડધો પોણો ઊંઘમાં મેં બંધ આંખે ફોન ઉપાડ્યો..હ..હ.. સામેથી એકદમ ઘભરાયેલા અવાજે હેતલ બોલ્યો..ઉઠ ઉભો થા જલ્દી “રાજ્યા” ના ઘેર પોહચ, હેતલના અવાજની ગભરામણ મને પરખાઈ ગઈ એટલે મારી ઊંઘ ઉડી ગઈ અને આંખ પણ ખુલી ગઈ જોડે જોડે અવાજ પણ ચોખ્ખો થઇ ગયો..મેં પૂછ્યુ સુ થયું અલ્યા.? “રાજ્યા” ને કઈ થયું છે?
સામેથી હેતલ બોલ્યો..બબડે છે અને સખત તાવ છે, ”રાજયા”નું નામ સાંભળીને મને થોડો ગુસ્સો આવ્યો એટલે મેં થોડી આળસ અને બેફિકરાઈથી કીધું અરે તો ત્યાનાં કોઈક ડોકટર પાસે લઇ જા એને યાર, સવાર સવારમાં તું મારી શું કામ અત્યારના પોહરમાં બજાવે છે..?
સામેથી ગાળ આવી એ બધું પતી ગયું છે તું પથારીમાંથી ઉભો થા અને પોહચ એને ગઈકાલે રાત્રે ચુડેલ મળી હતી,“ચુડેલ” શબ્દ સાંભળીને હું પથારીમાં બેઠો થઇ ગયો અને બોલ્યો એ હેતલ્યા તું અને આ તારો સાળો રાજ્યો બંને જણા સવાર સવારમાં પી ગયા લાગો છો, હેતલે ફોન કાપી નાખ્યો, મને અંદર અંદરથી લાગ્યું કે વાત કઈક સીરીયસ લાગે છે..મેં ફરી હેતલને ફોન લગાડ્યો અને ખાલી એટલું કીધું આવું છું, હું તરત જ પથારીમાંથી ઉભો થયો અને ચડ્ડી બદલી ખિસ્સામાં પાકીટ નાખ્યું,એક જેકેટ પેહર્યું અને બાઈકને કિક મારીને ફુલ્લ સ્પીડે પાલડીથી સીધો મણીનગર પોહચ્યો રાજેશના ઘરે,અને હેતલના સાસરે ફ્લેટની બહાર જ રાજ્યાના ચાર પાંચ ભાઈબંધો ઉદાસ ચેહરે ઉભા હતા એટલે મને લાગ્યું નક્કી કૈક દાળમાં કાળું છે, cont..2
www.shaishavvora.com/Pashmita-2/ શૈશવ વોરા