Page:-10
આ તો બધે મોઢું મારે છે..વેહલી સવારથી રાજુના વાણી વર્તન જોયા પછી ભોલુ એકદમ “સંત” બની ગયો,એક પછી એક કરીને બધા રાજુના ભાઈબંધો રાજુના નવા નવા લફરાં અને કાંડ કેહતા ગયા પણ ક્યાય કોઈ “કલુ” મળે નહિ, છેવટે મેં થાકીને કીધું કે રાત્રે બધા આવો મળીયે.. મેં હેતલને ફોન કર્યો અને કીધું સારા સયાકીયટ્રેસ્ટ ને બતાવવું પડશે.. હેતલે મને કીધું યાર ગઈકાલ સુધી તો એ અચ્છા અચ્છા માનસિક રોગના ડોકટરને ગાંડો કરે એવો હતો અને આજે એકદમ જ આવું કેમ થાય..??
મેં કીધું ભાઈ હવે ધીરજ રાખ આ કેસ એમ નહિ પતે, અને હવે આપણે જ રાજુ ને પુરેપુરો ખોલવો પડશે કે એ ક્યાં ભરાયો છે..નહિ તો રોજ આવા આવા કઈ ના કઈ નાટક ચાલુ જ રાખશે, તારી ફેક્ટરીમાં પણ તપાસ કર,મેં આજે રજા લીધી છે તો ચલ હું આવું છું તારી સાથે,હેતલ બોલ્યો નક્કી કોઈ વળગાડ જ છે,મેં હેતલ કીધું ને..એ “અભણ” આવા બધામાં તું હજી માને છે..?? હેતલે કીધું જો જય તું ડોકટર થયો છે તો પણ મંદિર જાય છે કે નહિ..? મેં કીધું એટલે તું કેહવા શું માંગે છે..?એ બોલ્યો જો જયલા ભગવાન છે ને,તો ભૂત પણ છે જ..હીરો હોય ત્યાં વિલન તો હોય જ..મેં કીધું એક કામ કર તારી ડીગ્રી ફાડી નાખ અને સાંજે હવન રાખીએ..
ફેકટરી બંધ કર અને સ્મશાનમાં તું પણ બેસી જા લંગોટી પેહરીને..અલ્યા ડફોળ જો આ કેસમાં ભૂતનું અસ્તિત્વ સાબિત હું કરું ને,તો નોબેલ પ્રાઈઝ મને મળે અને પછી બધી લેબોરેટરીને તાળા મારવા પડે અને આપણે પાછા..ઇસવીસનપૂર્વેમાં પાછા જીવવા જવું પડે,શું લવારી કરે છે તું હેતલ યાર.. હેતલે કીધું સારું તો નોબેલ પ્રાઈઝ લેવાની તૈયારી કર તું, ટીકીટ આપડા તરફથી, અને અમે બને ફોનમાં હસ્યા અને થોડા રીલેક્સ થયા, મેં કીધું હું તારે ઘેર પોહચું છું તું આવ, અમે બંને હેતલના ઘરે લગભગ સાથે જ પોહ્ચ્યા નાહીધોઈને તૈયાર થઇ ગયા, હેતલનું ઘર મારા માટે નવું નોહતું એકડિયા માં હતો ત્યારથી હું ત્યાં રેહતો,
cont..11
www.shaishavvora.com/Pashmita-11/ શૈશવ વોરા