Page:-12
હેતલ બોલતો જતો હતો અને હું એ બધાને ઓબ્ઝર્વ કરતો હતો,કોઈ કશું બોલ્યું નહિ, પણ એક નેપાળી ચોકીદાર સાવ ભાવશૂન્ય થઇને ઉભો રહી ગયો હતો..એટલુ મારી નજરમાં આવી ગયું હતું,એની આંખો થોડી ચકળવકળ થતી મને દેખાઈ ગઈ હતી, હું અને હેતલ બંને હેતલની કેબીનમાં પાછા ગયા,મેં કીધું હેતલ પેલા નેપાળી ચોકીદાર કાકાને બોલાવ હેતલે તરત જ ઇન્ટરકોમથી એ નેપાળી ચોકીદાર કાકાને બોલાવ્યા, નેપાળી કાકો કેબીનમાં આવી અને નીચી આંખે હાથ પાછળ બાંધીને ઉભો રહી ગયો, હેતલે એને પૂછ્યું બહાદુરકાકા તુમ જાનતે હો કુછ..?
બહાદુરકાકા નીચી નજરે જ બોલ્યા નહિ શાબ્જી..મેં ઊંચા અવાજે કીધું કાકા બોલ દો, જો ભી હૈ બિલકુલ ડરો મત, હમ સબ ઔર યે પૂરી ફેક્ટરી આપકે સાથમેં હૈ..મારા કેહવાથી બહાદુરકાકા બોલ્યા એ ભૂત હૈ.. કિસીકા..મેં પૂછ્યું કિસકા..?? ઔરત કા..મેં પૂછ્યું કૌન સી ઔરત કા..?? બહાદુરકાકા બોલ્યા વો તો રાજેશ શા`બને કિસીકો ધોખા દિયા હોગા ઉસકા..બહાદુર અમને ગોળ ગોળ ફેરવતો હોય એવું મને લાગ્યું એટલે મારી ખોપરી હટી..એટલે મેં ઊંચા અવાજે પૂછ્યું અરે કોન સી ઔરત કાકા..?? નામ તો બતાવો..??બહાદુરકાકો બોલ્યો કલ પુછ્કે બતાઉંગા..મેં ગુસ્સાથી કીધું આજ કયું નહિ ..? નેપાળી કાકો બોલ્યો..નહિ બતા સકતા વરના વો હમકો ભી માર ડાલેગી..મેં થોડા ઊંચા અવાજે દાદાગીરી સાથે કીધું..નામ બતાઓ બહાદુરકાકા..બહાદુર જમીનપર હાથ જોડીને બેસી ગયો..માલિક કલ બતાઉંગા પક્કા.. આજ માફ કરો..એટલું બોલીને કેબીનની બહાર ભાગ્યો..હેતલે તરત જ સિક્યુરીટી ચીફને ફોન લગાડ્યો..બહાદુરકાકો ક્યાય જાય નહિ..સાંજ પડી અમે બંને પાછા હેતલના સાસરે રાજુના ઘરે ગયા.. કોઈ પાડોશી એક સાધકને પકડી લાવ્યું હતું,થોડી મરચાની ધૂણી કરી હતી એણે, અને એની ઘરમાં વાસ હતી,પણ રાજુ તો મને લાગ્યું ઇન્જેક્શનની અસરમાં હજી ઘોરતો જ હતો,
cont..13
www.shaishavvora.com/Pashmita-13/ શૈશવ વોરા