Page:-14
ઠક્કરકાકાએ કઈક પાણી નાખ્યું મારા ખોબા માં અને એકદમ જ મને ગરમ ગરમ પાણી લાગવા માંડ્યું અને મારા હાથમાં મેં એસીડ પકડ્યો હોય એવું લાગ્યું, નાખો પેલા ઉપર મેં તો રાજુ ઉપર નાખ્યું..નહિ નહિ નહિ..કરીને રાજુ જોરદાર ચિલ્લાયો..દઝાય છે ના નાખો ના નાખો,રાજુ એ બેઠા થવાની કોશિશ કરી કાકા એ બુમ મારી..ભ્રમ ભ્ર્રર્ર્ર્રર્ર્ર્ર મમ્મ એવું કઈ બોલ્યા અને એકદમ જ રાજુ શાંત થઇ ગયો.. કાકાએ એક મોટી સાઈઝનું નાળીયેર કાઢ્યું થેલામાંથી અને એક છરાથી નાળીયેર ની આંખ કાઢી નાખી અને કાણું કર્યું નાળીયેર માં, હવનમાં કાકા એકપછી એક આહુતિઓ આપતા ગયા.. કાકા એ બુમ મારી ચલ આવ અંદર..રાજુ કહે નહિ આવું કાકા એ બુમ મારી કેમ..??રાજુ બોલ્યો ભૂખ લાગી છે..શું ખાવું છે..??રાજુ એ જવાબ આપ્યો જે આપો તે.. કેટલા દિવસની ભૂખી છે..?? સાત દિવસની ..??કાકા એ બહાર બુમ મારી જમવાનું લાવો, આખો થાળ ભરીને જમવાનું આવ્યું.. સહેજ બેઠો થાય એટલા દોરડા ખોલ્યા કાકાએ, રાજુ બોલ્યો આખી ખોલો કઈ નહિ કરું શાંતિથી જમવું છે..પછી શું કરીશ કાકાએ ઝીણી આંખે પૂછ્યું રાજુએ જવાબ આપ્યો અહીયા જ રહીશ કાકાએ પૂછયું અહિયાં ક્યાં..??
જવાબ આવ્યો આ શરીરમાં જ, કાકા એ મોટેથી બુમ મારી ના એ નહિ બને આ નાળીયેરમાં જવું પડશે તારે,રાજુ બોલ્યો નાળીયેરમાં રહું પણ આ ઘરમાં જ,અને મારી માં ને પણ બોલાવો કાકા એ પૂછ્યું તારી માં કોણ ..?? મારા બાપને ખબર..સારું બે દિવસ આપ અને આ શરીર છોડ..રાજુ નીચું જોઈ ગયો, કાકાએ એના બાંધેલા હાથ છોડ્યા,સાત દિવસ નહિ સાત જન્મનો ભૂખ્યો હોય ને એમ રાજુ ખાવા માંડ્યો મોટી થાળી ભરીને જમવાનું ખાલી થઇ ગયું, હું તો ચુપચાપ નાળીયેર હાથમાં પકડીને બેઠો રહ્યો બીજું આપો, મને મગજ માં થયું કેટલું ખાશે આ..?ત્રણ થાળી આખી ભરીને ઝાપટી ગયો રાજુ,દૂધ આપો,ત્રણ લીટર દૂધ ગયું મને તો રાજીયા ના સ્ટમકની કેપેસીટી ઉપર માન થઇ ગયું,
cont..15
www.shaishavvora.com/Pashmita-15/ શૈશવ વોરા