Page:-21
હેતલે ઘડિયાળ સામું જોયું મેં કીધું સમય ના જો હેતલા,આપણે મોડા ના પડીએ ચલ, જાણે અજાણ્યે હું કોઈ અગમ-નિગમમાં માનતો થઇ ગયો હતો હું ભૂલી ગયો હતો કે હું એમ.ડી. મેડીસીન થયેલો ડોકટર છું..મેં પેલા ભોલ્યા ને કીધું લઈ જા આને ઘેર પાછો, અમે અમારી રીતે જઈએ છીએ…રાજુ તરત બોલ્યો હું મણીનગર નહિ આવું..હેતલ ગુસ્સામાં બોલ્યો તારા બાપ નું ફાર્મ છે ને બોપલ ત્યાં જા.. ઘોડા..!!મેં કીધું છોડ હેતલ પછી બધી વાત કરીશું..અને ભોલ્યા ને કીધું અહિયાં કોઈ ભાઈબંધ ને ત્યાં રાત રોક આને,ભોલુ બોલ્યો.. હા જયભાઈ કાલીનો ફ્લેટ ખાલી છે,મેં કીધું કાલી એ વળી કઈ નવી છે..? ભોલુ બોલ્યો નાં ના જયભાઈ કાલી છોકરો જ છે પણ બહુ કાળો છે એટલે અમે એને કાલી કહીને બોલાવીએ છીએ સારું જાવ..હેતલે ગુસ્સાથી કીધું અને સાંભળો બધાના મોબાઈલ ચાલુ રાખજો અને આ રાજ્યા ઘોડાને કઈ થાય તો કેહજો,સીધો સ્મશાને જઈને બાળીને ના આવતાઅમને આ “વીર” રાજુના ફૂલહાર કરવા નો મોકો આપજો..અને તમારા બધાનો પણ હું વારો પછી પાડું છું પછી નાલાયકો.. બધા ચુપચાપ નીચી મુંડી કરીને એક ગાડીમાં ભરાઈને ભાગ્યા,મેં કીધું હેતલ શાંત થા,
આજના દિવસમાં કદાચ અમે બંને જણાએ સૌથી વધારે સિગારેટો પીધી હતી હવે ગળું ચચરતું જતું હતું,તલપ લાગી હતી પણ રોકી લીધું મનને..મેં ગાડી ચાલુ કરી,હેતલ બાજુમાં બેઠો હતો રાતના દોઢ થવા આવ્યા હતા.. હેતલ બોલ્યો..કેટલી જિંદગી બરબાદ કરી હશે આણે.?મેં કીધું એની વાત પરથી તો ટોટલ મરાય એવું લાગતું નથી,હેતલ બોલ્યો..પણ દોસ્ત જય પેહલા તો હું હળવાશથી લેતો હતો પણ આ તો આજે નહિ જીવનમાં ગમે ત્યારે પ્રોબ્લેમ કરશે.. હેતલ આગળ બોલ્યો..આ માણસને આત્મા જેવું કઈ હશે જ નહિ..?? ક્યાંય એને કોન્શીયશ બાઈટ નહિ થયો હોય ..?એને કોઈ દિવસ એમ નહિ થયું હોય કે એ ખોટું કરી રહ્યો છે..?? એને કઈ જ ખબર નહિ પડતી હોય કે એના પેદા કરેલા છોકરા છોકરી જયારે એની સામે આવશે જીવનમાં ત્યારે
cont..22
www.shaishavvora.com/Pashmita-22/ શૈશવ વોરા