Page:-22
કોનાથી મોઢું છુપાવશે..?ક્યાં જશે ..? જરાક પણ નીતિ એથીક્સ કઈ જ નહિ, બસ શરીર એટલે વાસના ભોગનું સાધન..?હેતલ બોલતો રહ્યો..મેં ગાડી ચલાવતા ચલાવતા કીધું..જો હેતલ રાજુ એ એના શરીર ને ફક્ત અને ફક્ત મોજ મજાનું સાધન ગણ્યું છે એના માટે શરીર એટલે મોજમજા ક્યારેય કોઈ આધ્યાત્મ કે બીજી કોઈ પણ રીતે એણે શરીરને જોયું જ નથી હેતલ તરત જ બોલ્યો .. હા તારી વાત સાચી છે મારો સસરો પણ જિંદગીમાં ક્યારેય મંદિર ગયો નથી અને આ ઘોડો લફરા કરે અને કોઈ ઘરે ફરિયાદ આવે તો ઉપરથી કેહતો આ તો તાંબાનો લોટો કેહવાય ઘસો એટલો ઉજળો થાય,પછી એની ઓલાદ આ જ થાય ને અને આ અડધી રાતના ઉજાગરા તારા ને મારા માથે આવે,મેં કીધું સાચી વાત છે હેતલ,અમારા એક પ્રોફેસર અમને હમેશા કેહતા તમે ડોકટર થાવ છો..
એટલે તમારી સામે પડેલા શરીરને શરીરની રીતે જુવો અને ટ્રીટ કરો..સફળતા મળશે તો પેશન્ટ સાજો થશે..ત્યારે એ જશ, યશ હમેશા ઈશ્વરને આપો કે તારી કૃપાથી મેં એને સાજો કર્યો અને નિષ્ફળતા મળે અને પેશન્ટ તમારા લાખ પ્રયત્ન છતાં મરી જાય તો એ ઘડીએ તમારે સમજવાનું કે ઈશ્વર તમારાથી થોડોક જ છેટો છે..એ પેશન્ટ ના શરીરમાં રહેલો ઈશ્વરનો અંશ એ જાતે આવીને લઇ ગયો..મને ત્યારે થતું કે પ્રોફેસરની છટકી ગઈ છે પણ જયારે મારું પેહલું પેશન્ટ મર્યું ત્યારે ખરેખર મને લાગ્યું કે ઈશ્વર અહીંથી મારી બાજુમાંથી ગયો અને એ પેશન્ટને લઇ ગયો…બસ ત્યારથી તું નહી માને હેતલ પણ મારી સામે આવતા દરેક પેશન્ટના શરીરમાં મને ઈશ્વરનો અંશ દેખાય છે,પણ સાલું છેલ્લા બે દિવસથી મને સતત લાગે છે કે ઈશ્વરે ક્યાંક મારી આજુબાજુમાં ફરે છે..સાચું કહું હેત્લ્લા મને તો હવે ભયંકર લાલસા થઇ છે ઈશ્વરને જોવાની અને સમજવાની કે આ બધું ચાલે છે કેમનું..? ભાડમાં જાય પેલું નોબેલ પ્રાઈઝ,હવે તો આ પશ્મીતાને તો શોધવી જ છે, હેતલે કીધુ..જયલા તું પણ અત્યારે અડધી રાત્રે કઈ લવારીએ ચડ્યો છે..
cont..23
www.shaishavvora.com/Pashmita-23/ શૈશવ વોરા