Page:-24
અને અચાનક મારી ગાડીમાં કોઈ ભારે વજન પડ્યું હોય એવો મને ભાસ થયો, સ્ટીયરીંગ માંડ માંડ મારાથી પકડાતું હતું,મારા ગાત્રો થીત્જી ગયા,બારીની બહાર નજર કરી પણ શિયાળાની રાતનો ભયાનક સન્નાટો હતો..
મેં રોડ પર નજર રાખીને કીધું હેતલ કઈ લોચો છે, હેતલને પણ આભાસ થઇ ગયો હતો કે ગાડીમાં પાછળ કૈક છે, અમે બને જણા એકદમ સજ્જડ થઇ ગયા, પાછળ જોવાની હિંમત બચી નોહતી,ભરશિયાળે કપાળથી પરસેવાના રેલા ઉતરતા હતા અમે બંને એકદમ સામે ને સામે રોડ પર જોઈ રહ્યા,રોડ ખાલી તદ્દન અને અભૂતપૂર્વ સૂનકાર..પરસેવા તો આખા શરીરે છૂટ્યા અમને બંનેને,મેં ગીયર બદલ્યો ગાડીનો અને પાંચમામાંથી ચોથા ગીયરમાં નાખી છતાં પણ ગાડી ધીમીજ પડતી જાય.. ત્રીજો ગીયર.. બીજો અને પેહલા ગીયરમાં ગાડી નાખી…
ફૂલ એકસીલેટર પર મેં પગ દબાવ્યો …
પણ ખાલી દસ કિલોમીટરની સ્પીડે ગાડી માંડ ચાલે.. હેતલ તો બીકનો માર્યો બેભાન થવામાં હતો..સોનીની ચાલ આવી અને ગાડી એક ઝટકો મારીને ઉભી રહી ગઈ..હેતલ પ્રેકટીકલી બેભાન થઇ ગયો હતો, મેં આગળ જોયું તો એક રીક્ષાવાળો ઉભો હતી..હેતલને ગાડીમાં મૂકી ને હું ગાડીમાંથી ઉતરી અને એની રીક્ષા પાસે હું દોડી ને ગયો એણે સામેથી જ મને પાણીની બોટલ આપી અને કીધું જા પીલા દે ઉસકો ઔર તું ભી પી લે ઔર હનુમાનદાદા કો યાદ કર..મેં બે ઘૂંટ પાણીના માર્યા અને દોડ્યો પાછો ગાડી તરફ ગાડીનું બારણું ખોલી ગાડીની બહાર ઉભા ઉભા જ હેતલ ના મોઢામાં પાણી રેડ્યું.. એકદમ હેતલ જાગી ગયો..મેં જોર થી બુમ પાડી બજરંગબલી કી જય…અને એકદમ મોટેથી હનુમાન ચાલીસા ચાલુ કરી જય હનુમાન ગ્યાન ગુણ સાગર..અને ગાડી ને સેલ માર્યો ગાડી ચાલુ થઇ ગઈ એટલે મેં ફટાફટ એક પછી એક ગીયર બદલવાના ચાલુ કર્યા અને ગાડીને સોની ની ચાલ થી જમણીબાજુ વાળી પણ ગાડી અચાનક એકદમ હલકી કયારે થઇ
cont..25
www.shaishavvora.com/Pashmita-25/ શૈશવ વોરા