Page:-25
અને કઠવાડા જીઆઇડીસી ક્યારે આવી અને ક્યારે ફેકટરી આવી એ ખબર જ ના પડી, ફેકટરીમાં એક નાનું મંદિર છે અમે સીધા ત્યાં જ ગયા..પરચો મળ્યો હતો..હેતલ ના શ્વાસ ફૂલી ગયા હતા,હું પણ અપસેટ હતો નેપાળી કાકો પાછળથી દોડતો આવ્યો અને બોલો સાબ્જી પશ્મીતા હૈ વો..!! મેં પૂછ્યું કોન હૈ વો ઔર કહા હૈ…?? જિન્દા હૈ કી મર ગઈ..? બહાદુર કાકો બોલ્યો મર ગઈ સાબ્જી..
મેં તરત જ પૂછ્યું ઉસકી બેટી..?નેપાળીકાકો બોલ્યો..વો ભી મરી ઔર બહુત બુરી મોત મરી દોનો..મેં કીધું પૂરી બાત બતાઓ કાકા.. બીજા બે ચોકીદાર અમને જોઇને ખુરશી લેતા આવ્યા અમે કમ્પાઉન્ડમાં બહાર જ ખુરશી નાખી અને અમે બંને બેઠા બીજા ચાર પાંચ માણસો આવ્યા ફેકટરીમાં નાઈટ શિફ્ટ ચાલુ હતી અમારા માટે પાણી આવ્યું અમે પાણી પીધું કાકો ઉભડક પગે જમીન પર બેસી ગયો પશ્મીતા પેટ સે થી યહા સે ગઈ તબ,ઉસકે બેટી હુઈ,લેકિન બેટી કી આંખે નીલે રંગ કી થી હમ નેપાલીઓ કી આંખે કભી નીલી નહિ હોતી ઔર વો પકડી ગઈ..ઉસકો નિકાલ દિયા..વો યહાં વાપિસઆ ગઈ બેટી કે સાથ..
કાકો અટક્યો મેં પૂછ્યું ફિર ક્યા હુઆ આગે બોલો કાકા..વો સીધી યહાં આઈ અપની બેટી કો લેકે, મેને ઉસકો સીટીએમ કે પાસ મેં કહી નોકરી પે લગા દિયા ઔર ઉધર ચાલી મેં હી ઠહરા દિયા..લેકિન ઉસકે સુપરવાઈઝર થે કંપની કે,પેહલે એક ને બલાત્કાર કિયા,ફિર વો ચારો સુપરવાઈઝર લોગ બળાત્કાર કરને લગે..કે વો ચાર લોગને ઉસકે સાથ બહુત બાર બલાત્કાર કિયા..એકબાર નહી લગભગ રોજ રાત કો પકડ કે લાતે ઔર બલાત્કાર કરતે થે..રાત કો કંપની મેં,લેકિન ઉસને કિસી કો બતાયા નહિ,વો ખુદકી જિંદગી સે તંગ આ ચુકીથી ઇસીલીએ ફિર ઉસને મર જાને કા નક્કી કિયા..તો ગુડિયા કો લેકે આઈ વો હમારે પાસ તો હમને ના બોલ દિયા હમ નહિ રખેંગે..તો ફિર ઉસને રાજુશા`બ કો બોલા આપકી બેટી હૈ આપ રખલો મી શાંતિ સે મરુગી..લેકિન રાજુ શાબ ને તો ના બોલ દિયા..ફિર વો
cont..26
www.shaishavvora.com/Pashmita-26/ શૈશવ વોરા