Page:-29
અમે રાજુના બાજુવાળા પાડોશી પાસેથી ઘરની ચાવીઓ લીધી અને ઘર ખોલ્યું અને અમે સીધા રાજુ ના રૂમમાં ગયા, રૂમમાં જતા વેત કાકા બાજોઠ પર મુકેલા અને લીલા કપડામાં લપેટેલા નાળીયેરને બે હાથ જોડીને પગે લાગ્યા,અને મેં પણ એમ જ એમનું અનુકરણ કર્યું, કાકા ત્યાં જ બાજોઠ પાસે પલાઠીવાળીને બેસી ગયા, હું પણ એમની બાજુમાં બેઠો કાકા મને કહે અગરબત્તી લઇ આવ.હું પૂજાના રૂમમાંથી અગરબત્તી શોધીને લઇ આવ્યો,કાકાએ અગરબત્તી કરી અને કઈક મંત્રો ભણ્યા, મને કહે હવે સવાલો પૂછજે મને, કાકાએ આંખો બંધ કરી, મેં કીધું સારું ,હું સમજી ગયો કે ગુડિયાને કાકા પોતાની કાયામાં પ્રવેશ કરાવે છે,અચાનક બાજોઠ પર પડેલું નાળીયેર હલવા માંડ્યું,કાકા શરીરે થોડા ખેંચતા હોય એવું લાગ્યું,એકદમ કાકાએ આખો ખોલી નાખી, મેં કાકાની આંખોમાં જોઇને કીધું ગુડિયા..?
હમમમ જવાબ આવ્યો અમે કાકામાં ગુડિયા દેખાઈ મેં પૂછ્યું બેટા તને કઈ જોઈએ છે..??કઈ જવાબ ના આવ્યો મેં ફરી પ્રેમથી પૂછ્યું ગુડિયા મારી દીકરી બેટા…શું જોઈએ છે તારે? તો કાકા એટલું જ બોલ્યા “પપ્પા..”મેં કીધું બેટા પપ્પા તો હોસ્પિટલમાં છે..ગુડિયા બોલી મમ્મીએ મોકલ્યા છે..મેં ફરી એકદમ પ્રેમથી કીધું તો તારે શું કરવું છે બેટા..”તો જવાબ આવ્યો પપ્પા સાથે રેહવું છે..મેં કીધું ક્યાં રહીશ અને કેવી રીતે રહીશ..??પપ્પાના શરીરમાં તો ના રેહવાય ને..!!!! તો જવાબ આવ્યો આ ઝાડમાં રહીશ બહારની બાજુ ઈશારો કરીને બતાડ્યું એક ઝાડ,મેં તરત ઉભા થઇ ને ગેલેરી ખોલી એક આંબલીનું ઝાડ હતું..મેં ફરી પૂછ્યું આ આંબલીમાં રહીશ..?? હા
મેં પૂછ્યું કેવી રીતે રહીશ બેટા..? મને ફાવશે..મેં કીધું તો જાતે જતી રહે ને..ના પપ્પા આવે અને મને વહાલ કરે મુકે પછી જ રહું.. મેં કીધું તારા પપ્પાને તો દવાખાનેથી આવતા વાર લાગે ને,જવાબ આવ્યો ભલે હું રાહ જોઇશ..મેં કીધું પશ્મીતા તારા પપ્પા ને કઈ કરી નાખશે તો..? નહિ કરે…મેં કીધું સારું તો પપ્પા આવે ત્યાં સુધી અહિયાં રહે પપ્પાના રૂમમાં..!
cont..30
www.shaishavvora.com/Pashmita-30/ શૈશવ વોરા