Page:-3
રીમા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી જયભાઈ અમે પણ નથી માનતા આ બધામાં,પણ સવારના પાંચ વાગ્યાથી એટલા બધા “પરચા” મળે છે કે ના પૂછો ને વાત…ત્યાં મદ્રાસી મંદિર પાસે જોગણી માં ના મંદિરના પુજારી ને કોઈ લઇ આવેલું પણ એની સાથે પણ રાજુ આવું કરતો હતો એને પણ ઘરમાં પગ જ ના મુકવા દીધો એ પુજારી જેવો એ પગ મુકે ઘરમાં કે તરત જ રાજુ દોડીને ગેલેરીની રેલીંગ પર ચડી અને નીચે ભૂસકો મારવા જાય.. અત્યારે પલંગની સાથે દોરડાથી બાંધેલો છે રાજુને, પણ પલંગ આખો ઊંચકી લે છે અને પલંગ સાથે રૂમમાં ફરે છે..અને ઉભો થાય છે બંને હાથ બાંધેલા છે,જેલમાં પણ ના બાંધ્યા હોય ને કોઈને, એમ મારા ભઈલા બાંધ્યો છે, આટલું બોલી ને રીતસર પોક મૂકી રીમાએ.. બાજુના ફ્લેટમાંથી હેતલ ના મમ્મી જ્યોત્સનાકાકી દોડતા આવ્યા અને એમણે રીમાને બાથમાં લઇ લીધી, કાકીએ મને કહે જય તું અહિયાં આવ..હું એમની જોડે બાજુના ફ્લેટમાં અંદર ગયો, મને કૈક બહુ જ અજુગતું લાગતું હતું..યાર આ એકવીસમી સદી છે આ ભૂત પ્રેત ચુડેલ શું છે..??
મેં કાકી ને પૂછ્યું કાકી શું છે આ બધું..? રીમા પાડોશીના ફ્લેટમાં અંદર રસોડામાં ગઈ એમના પાડોશી ના ફ્લેટનો આખો ડ્રોઈંગ રૂમ ભરેલો હતો માણસોથી, બધા મોઢા ઉપર કૈક ભય મિશ્રિત કઈક જુદી જુદી લાગણી હતી, ત્યાં હેતલ બહાર આવ્યો રાજુના ફ્લેટમાંથી..અને એણે સીધો જ હુકમ છોડ્યો જયલા ચલ નીચે..અમે બંને એકસાથે પાંચ પાંચ પગથીયા ઉતરતા નીચે ઉતર્યા..હેતલે કીધું..બાઈક કાઢ..મેં કિક મારી અને હેતલ મારી પાછળ બેસી ગયો, મેં કીધું શું ચક્કર છે હેતલા ..?? એણે કીધું ગલ્લે ઉભી રાખ,સવાર સવારમાં ગલ્લા પણ ખુલ્યા નોહતા, મણીનગર સ્ટેશન પાસે એક ગલ્લે અમે ઉભા રહ્યા, અમે બંને સિગારેટ લીધી અને સિગારેટ સળગાવી અને ધુમાડા કાઢવાના ચાલુ કર્યાં..હેતલ બોલ્યો કાલે રાત્રે રાજ્યો ફેકટરી હતો,સીએનસી મશીન બગડ્યું હતું તે છેક રાતે બે વાગ્યે ચાલુ થયું..
cont..4
www.shaishavvora.com/Pashmita-4/ શૈશવ વોરા