Page:-30
એક વિચિત્ર રીતે ઠક્કરકાકા હસ્યા..અને નાળીયેર હલ્યું, કાકાની આંખો બંધ થઇ કાકા પરસેવે રેબઝેબ હતા,હું ઉભો થયો દોડી ને લોટામાં પાણી લાવ્યો મેં કીધું કાકા લો પાણી પીવો, કાકાએ પાણી પીધું અને બોલ્યા હવે બધું સરખું થશે, હું અને કાકા ઘર બંધ કરીને નીકળ્યા, કાકા એમના ઘેર ગયા અને હું ગયો હોસ્પિટલ ત્યાં જઈને મેં આખી વાત હેતલ, એના સાસુ સસરા અને રીમાને કીધી અને એ પણ રાજુની હાજરીમાં જ અને રાજુના હોસ્પિટલના રૂમમાં જ,હેતલના સાસુ માનવા તૈયાર ના થાય કે એમનો છોકરો આવો લંપટ છે,પણ છેલ્લા બે ચાર દિવસો ના ચમત્કારો એ એમને બધું સમજાવી દીધું હતું હોસ્પિટલ ના ખાટલાએ રાજુના રૂપનું અભિમાન ચુરચુર કરી નાખ્યું,લગભગ દસ દિવસે ઘરે આવ્યો રાજુ,
રાજુને એના રૂમમાં લઇ જવામાં આવ્યો મને ખાસ હાજર રાખવામાં આવ્યો,રાજુને સ્ટ્રેચરમાંથી પથારીમાં મુક્યો પથારીમાં પડ્યા પડ્યા ઈશારાથી બાજુમાં પડેલા બાજોઠ પર મુકેલું લીલા કપડામાં લપેટેલું નાળીયેર રાજુએ માગ્યું,બીજા કોઈની નાળીયેરને અડવાની હિંમત નોહતી એટલે નાળીયેરને બાજોઠ પરથી લઈને મેં એના પડખામાં મુક્યું અને એણે પ્રેમથી નાળીયેર પર હાથ ફેરવ્યો, થોડીવારે મેં કીધું લાવ મૂકી દઉં પાછું..
રાજુએ ઇશારાથી ના પાડી,પછી તો રાજુ આખો વખત નાળીયેર પોતાની પાસે રાખતો અને સરપ્રાઈઝિંગલી એક મહિનામાં રીકવરી માં એકદમ ઝડપ આવી રાજુ બેસતો થયો,એનું ઝલાઈ ગયેલું અંગ ફિઝીયોથેરાપી માં ધીમે ધીમે સપોર્ટ કરી રહ્યું હતું, અને રાજુ ઉભો પણ થયો પણ એનું તો મોઢું વાંકું રહ્યું અને બોલવામાં તકલીફ પડે..એક દિવસ ફરી ઠક્કરકાકા આવ્યા અને આંબલીની નીચે ખાડો કર્યો લીલું કપડું છોડ્યું અને નાળીયેરની આંખ પરથી લોટ હટાવી લીધો અને રાજુના હાથે પધરાવ્યું એ ખાડામાં અને ખાડો પૂરી દીધો.. રોજ આંબલીને થોડું પાણી અને કઈક ખાવાનું મુકવું મેં પૂછ્યું પશ્મીતાનું શું કાકા..?? રાજુએ તોતડાતા કીધું એની વિધિ હું કરીશ, કાકાએ હવન ગોઠવ્યો અને પશ્મીતાના પિંડદાન થયા,
cont..31
www.shaishavvora.com/Pashmita-31/ શૈશવ વોરા