PAGE-10
બસ આવા જ સવાલો અને જવાબોમાં આઈસીયુમાં પડેલા તિલોત્તમા બેન અટવાઈ ને રહી જતા..
ડોકટરો સાથે રહી ને નિર્ણય લીધો અનુરાગે કે વેન્ટીલેટર કાઢી નાખો,અને વેન્ટીલેટર હટાવાયું..
બધા રાહ જોતા હતા કે હમણા જશે તિલોત્તમાબેન પણ થયું ઉલટું થોડી રીકવરી આવી તબિયતમાં ,આંખ હલતી થઇ અને હોઠ ફફડતા થયા….પણ બાકી આખું શરીર પેરાલીસીસમાં ગયું…ફફડતા હોઠે તિલોત્તમા બેન એટલું જ બોલ્યા આતિશ…
પણ કોઈ જ સમજી ના શક્યું કે આતિશ કોણ છે ?
અને શું કેહવા માંગે છે તિલોત્તમાબેન ,પંદર દિવસ થયા છેવટે હોસ્પિટલવાળાઓ એ હાથ અધ્ધર કરી નાખ્યા, હવે તમે ઘરે લઇ જાવ માજીને અને સેવા કરો,
અંતે અનુરાગે નિર્ણય લીધો અને ઘેર લઇ આવ્યા,
બે મહિના વીત્યા…
પાઈપથી ખાવાનું પેટમાં જાય અને ડાયપર પેહરાવ્યા પણ જીવ ના છૂટે, વાત ફેલાતી ગઈ શેર દલાલની જે ઓફીસ એસ.એન સીક્યુરીટીઝમાં કામ કરતા હતા ત્યાં વાત પોહચી ,તિલોત્તમાબેન વચ્ચે લટક્યા છે…
નથી ઉપર જતા કે નથી નીચે રેહતા ,ઘણા વર્ષોથી ત્યાં એસ.એન.સીક્યુરીટીઝમાં નોકરી કરતા નયને આતીશને મોબાઈલ લગાડ્યો..
એ આતીયા તારી ડોશી લટકી પડી છે…જા જઈને એનો જીવ છોડાય તારા સિવાય કોઈ બીજામાં એનો જીવ ના હોય..
ફોન ના સામે છેડેથી છવ્વીસ વર્ષના આતિશએ વાત સાંભળીને સીધી મોઢામાંથી ગાળ કાઢી…હવે શું છે..??મારે એની જોડે ?ભલે મરતી સાલી..
નયને કીધું કે બે સાલા આતીયા એક ટાઈમ એવો હતો કે તારે એ ડોકરી જોડે પરણવું હતું અને હવે..?એ મરવા પડી છે તો મોઢું પણ નથી બતાડવું તારે એને..?
આતિશે જવાબ આપ્યો..અરે એની માં પરણવા જાય મારે શું..? મારે માટે તો ક્યારની મરી ગઈ છે એ ડોશી.. આતિશ બોલ્યો નયને કીધું ..એ કાળું જા જઈને મળી આવ પુણ્યનું કામ છે..કોઈનો જીવ આમ અધરમાં લટકાવી રખાય … ઉપરવાળો નારાજ થાય…
આતિશે કશું બોલ્યા વિના ફોન કાપી નાખ્યો….
આતિશ છવ્વીસ વર્ષ નો એકદમ કાળો અને જાડો આંખે ખુબ વધારે નંબરના ચશ્માં પેહરતો છોકરો…
એનો બાપ મિલ મજુર હતો અને અઢાર વર્ષનો થયો ત્યારે મરી ગયો ઘરમાં એકલી માં જ હતી આતિશને…
આતિશ નો બાપ જીવતો હતો ત્યારે પણ ઘર ચલાવવામાં ભરપુર પ્રોબ્લેમ રેહતા…મિલ તો વર્ષોથી બંધ થઇ ગઈ હતી..બાપા બિચારા ક્યાંક મજૂરીએ જતા અને થોડીક આવક ઉભી કરી હતી એમાં એ ત્રણ જણાનું ઘર ચાલતું..
આતિશ નો બાપ મરી ગયો એટલે કોલેજ અડધી મૂકીને કામે લાગવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ,અને આતિશને થોડું ઘણું કોમ્પ્યુટર આવડતું એટલે એસ.એન સીક્યુરીટીઝમાં શેર બજારના ટર્મિનલ પર બેઠો નોકરી ચાલુ થઇ ..
શીંગ નું પડીકું/PAGE-10/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-11/” target=”blank” size=”4″]Continue to Page – 11[/su_button]
No Comments