PAGE-11
એસ.એન સીક્યુરીટીઝમાં લગભગ સરખી ઉમરના વીસ છોકરા એની સાથે કામ કરતા,બધા જ એની ઉમરના જ હતા એટલે મજા પડતી કામ કરવાની અને એક સારું ગ્રુપ ડેવલોપ થયું આતિશનું,આતિશ ના જાડા અને કાળા દેખાવને લીધે એસ.એન.માં બધા છોકરા આતિશને કાળું કહીને જ બોલાવતા,સ્વભાવે મજાકિયો અને હસમુખો આતિશ ખેલદિલીથી એના કાળું નામના વિશેષણને સ્વીકારી લેતો…
એસ.એન. ના આ નવા બનેલા ગ્રુપમાં જ આતિશે પેહલી વાર દારૂ અને સિગારેટનો સ્વાદ ચાખ્યો…અને ગુટખાની ટેવ પડી આતીશને…આતિશને ઘરમાં વિધવા માં એકલી હતી, કોઈ કેહનાર રહ્યું નોહતું…સરખી ઉમરના છોકરાઓમાં રોજ ની છોકરીઓની વાતો થતી અને બધા પોતાના છોકરીઓ સાથેના સાચા ખોટા અનુભવો અને જ્ઞાન વેહચતા..અને આતિશ સંભાળતો રેહતો…એમાનો એક નયન…એની સાથે આતીશને વધારે બનતું નયન થોડો મોટો હતો ત્રણ ચાર વર્ષ આતિશ કરતા..
બે વર્ષ થયા આતીશને એસ એન સીક્યુરીટીઝમાં અને ત્યાં તિલોત્તમા આંટી આવ્યા નોકરી કરવા,ગુડ મોર્નીગ આંટીથી વાતો કરવાની ચાલુ થતી…અને તિલોત્તમા બેન ને પણ આતિશ જોડે થોડું ફાવતું..ક્યાંક દયાનો ભાવ હતો…બાપ વિનાનો છોકરો છે અને મેહનત કરીને એનું અને એની માંનું પેટ પાલવે છે.. એમને એમના પોતાના જુના દિવસો યાદ આવતા એટલે થોડી વધારે સહાનુભુતિ થતી એના પ્રત્યે…
થોડા પૈસા ભેગા થયા હતા આતિશ પાસે એટલે આતિશે બાઈકના જમાનામાં એક જુનું સેકન્ડ હેન્ડ સ્કુટર લીધું ત્રણ હજાર રૂપિયામાં,પાર્ટી પાર્ટી ની બુમો પડી આખા એસ એન માં..
આતિશ ગભરાયો માંડ ત્રણ હજાર રૂપિયા ભેગા થયા હતા અને સ્કુટર લાવ્યો ,એમાં જો વીસ જણાને પાર્ટી આપું તો દોઢ હજાર જતા રહે તો સ્કુટર વેચવાનો વારો આવે…ખાલી આઈસ્ક્રીમથી પતાવો…
તિલોત્તમાબેન આતિશની મદદે આવ્યા…એક કામ કર આતિશ તારે મને ઘરે રોજ મૂકી જવાની અને લઇ જવાની પાંચસો રૂપિયા હું તને આપીશ મારે રીક્ષાના પણ એટલા થાય જ છે અને તારું ઘર મારા ઘરની નજીક જ છે…
આતિશને લોટરી લાગી…પાંચસો પડ્યા હતા અને બીજા હજાર તિલોત્તમાબેનના એડવાન્સ આવ્યા…
બીજે દિવસે બપોરે ઓફીસમાં જ બહારથી જમવાનું આવ્યું, બીજા જોડે નોકરી કરતા છોકરા પણ આતિશની પરિસ્થિતિ સમજતા,એટલે ખાલી પરોઠા શાકની પાર્ટીમાં પતાવ્યું …
ખર્ચો પણ સાતસો રૂપિયા જ થયો,તરત જ ઉભો થયો અને રીશેપ્શન પર ગયો આતિશ અને બાકીના વધેલા રૂપિયા તિલોત્તમાબેનને આપી દીધા,તિલોત્તમાબેને કીધું રાખ આતિશ.. આતિશે કીધું ના આંટી ખોટો દારૂ પીવાઈ જશે..આંટી એ હસી ને લઇ લઇ લીધા અને કીધું જરૂર હોય ત્યારે માંગજે…
આતિશે કીધું કેમ દારૂ પીવા..? તિલોત્તમા આંટી સહેજ ટીખળથી બોલ્યા …ના કોઈ છોકરીને લઈને ફરવા જવું હોય ને ત્યારે લઇ જજે…
શીંગ નું પડીકું/PAGE-11/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-12/” target=”blank” size=”4″]Continue to Page – 12[/su_button]
6 Comments
Very nice story. It’s true for those youngsters who enjoys their life without filling n feeling aunty’s feelings.
Speechless. .
Amazing story
Hats off
Thank you ankit bhai ….
જીવન હમેશા કેલિડોસ્કોપ જેવું હોય છે કાચની તૂટેલી બંગડીઓમાંથી જેમ કેલિડોસ્કોપમાં નવી નવી ડીઝાઈન પડે છે ,એવું જ કઈક જીવન માં થાય છે .. નવી ડીઝાઇન પડે પણ તૂટેલી બંગડીઓના રંગ નથી બદલાતા ,ખાલી ડીઝાઈન બદલાય છે .. અને એમાં જયારે એક સરખી લાગતી ડીઝાઈન બને ત્યારે માણસ ધોખો ખાઈ જાય છે…
Depth….
Amazing Story….Superb Story