PAGE-12
આતિશે જવાબ વાળ્યો…એવું મારા નસીબમાં ક્યાંથી આંટી…? મારા તો સપનામાં પણ કોઈ છોકરી આવે છે ને એ મારું આવું મસ્ત મસ્ત કાળું મોઢું અને ઉપરથી મારી આ આંખ પર લાગેલી જાડી જાડી બેટરી જોઇને દુરથી ભાગી જાય છે…
તિલોત્તમા આન્ટીએ કીધું કેમ તારા સપનામાં માધુરી આવે છે..? ના ના આંટી એટલે દુર તો ના જવાય પણ પેલી લાલ બંગલે ચાર રસ્તે આપડે પેલી હોલીવુડની ફુગ્ગા વેચવાવાળી આવે છે,
અને મારું મોઢું જોઈ ને મારા સપનામાં એ પણ નજીક આવીને ભાગી જાય છે,અને ઉપરથી કેહતી જાય છે કે મને તો એમ કે બે જણા હશે પણ નજીક આવી તો ત્રણ નીકળ્યા …
તિલોત્તમા આંટી એ કીધું ના ના આતિશ તું એટલો જાડો નથી…તને પણ તારા સપનાની રાજકુમારી મળશે..
આતિશે નિ:સાસો નાખ્યો..અત્યારે તો સપનામાં રાજકુમારી નહિ આંટી, પેલી રસ્તા ઉપર ફુગ્ગા વેચવાવાળી છોકરી આવે છે, અને મને એવી પણ નહિ મળે ..
તિલોત્તમા આંટી બોલ્યા દરેક ને માટે કોઈ ને તો ભગવાને બનાવેલા જ હોય છે આતિશ…
આતિશ કમાન એકદમ ની છટકી ..બોલો તમે હા પાડો મને..?
તિલોત્તમાબેન થોડા ચોંક્યા એમને થયું કે કઈ વધારે પડતું થઇ ગયું..પણ આતિશે પકડી લીધું બોલો બોલો આંટી તમે મને હા પાડો..?
તિલોત્તમાબેન કઈ બોલ્યા નહિ એકદમ મૂંગા થઇ ગયા…
આતિશ બોલ્યો આંટી બીજાને ઉપદેશ આપવો છે ને બહુ સેહલો છે…મને ખબર છે મારા નસીબમાં શું છે..
થોડો આતિશ ગુસ્સે થઇ ગયો એને સેહજ ખુશ કરવા તિલોત્તમાબેને એના માથામાં હાથ નાખી અને હળવેથી ગાલ પકડીને કીધું..તું બહુ મોડો છે આતિશ…નહિ તો હું તને ચોક્કસ હા પાડતે…આતિશ એકદમ ખુશ ખુશ થઈને એના ટેબલ પર પાછો જતો રહ્યો…આતિશ ને એમ થઇ ગયું કે કોઈ એ મને ગણ્યો…સ્કુટર ની ખુશી,પાર્ટી ની ખુશી અને ઉપરથી મહીને પાંચસો રૂપિયા આંટીના વધારાના…
આતિશ બહુજ ખુશ ખુશ હતો આજે..
સાંજે તિલોત્તમાબેન આતિશ ના સ્કુટર પર બેઠા..અને લાલ બંગલે ચાર રસ્તા પર સિગ્નલ પર સ્કુટર ઉભું રહ્યું..અને ત્યાં પેલી ફુગ્ગા વેચવા વાળી ફુગ્ગા વેચવા આવી…
એ ફુગ્ગા વેચવાવાળીને જોઇને તિલોત્તમાબેનથી સ્કુટર પર બેઠા બેઠા જ સેહજ હસી પડાયું…
અને આતિશ ને આગળ કાચમાંથી તિલોત્તમા બેનનું હસવું દેખાઈ ગયું ..એટલે ગુસ્સામાં આતિશે ઝટકાથી સ્કુટર ઉપાડ્યું …તિલોત્તમાબેન નું સેહજ બેલેન્સ ગયું એટલે એમણે આતિશને કમરે થી કસી ને પકડ્યો અને પછી આતિશ ની પીઠ સાથે અથડાયા …
આતિશ ને કઈક ગમ્યું …એટલે એણે થોડે આગળ જઈ ને બ્રેક મારી તિલોત્તમાબેનથી ફરી સેહજ આતિશ ને ચોંટી જવાયું .
તિલોત્તમાબેનનો ફ્લેટ આવ્યો અને એ ઉતરી ગયા,
શીંગ નું પડીકું/PAGE-12/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-13/” target=”blank” size=”4″]Continue to Page – 13[/su_button]