PAGE-13
આતિશનું મોઢું ફૂલેલું હતું ,તિલોત્તમાબેન સમજી ગયા હતા કે ફુગ્ગાવાળી ને જોઈ ને એ હસી પડ્યા હતા એ આતિશ ને ખબર પડી ગઈ છે ,એટલે એને થોડો ઠંડો કરવા એમણે કીધું ચલ ચા પીવી છે..?ઉપર આવ , આતિશે ના પાડી ,તિલોત્તમાબેન એ કીધું પેહલી વાર આવ્યો છે ચલ ઉપર પછી રોજ ના આવતો ,આતિશે સ્કુટર પાર્ક કર્યું અને પોહચી ગયો તિલોત્તમાબેન ની સાથે ઉપર એમના ફ્લેટમાં..ફ્લેટ સારો હતો પણ એકલા તિલોત્તમાબેન જ રેહતા હતા એ દેખાઈ આવતું હતું ,ચા બનાવી બંને જણાએ ચુપચાપ ચા પીધી અને છુટા પડ્યા, તારી મમ્મી ને લઈને આવજે ક્યારે ક …
આતિશ ઘરે પોહચ્યો એની મમ્મી એ પૂછ્યું કેમ મોડું થયું ..??આતિશે આખી વાત કરી કે મહીને પાંચસો રૂપિયા આંટી આપશે…
આતિશ ના મમ્મી ખુશ થયા કે હાશ એના પેટ્રોલ નો ખર્ચો તો એ પાંચસો માંથી નીકળી ગયો ,મને ઘરમાં એટલી તાણ ઓછી..
રાત પડી ,
આતિશને આજે સપનામાં પેલી ફુગ્ગાવાળી ના આવી પણ તિલોત્તમાઆંટી દેખાયા…સવાર ઘણી વેહલી પડી ગઈ આતિશની દસ મિનીટ વેહલો આવી ગયો આતિશ તિલોત્તમાઆંટી ના ઘરે …એક સ્કુટર પર બેસીને ઓફીસ પોહ્ચ્યા બંને જણા…આતિશ નું કામમાં મન લાગતું નોહતું આજે…
સાંજ ના ચાર વાગ્યા શેર બજાર પત્યું એટલે આતિશ ઓફીસમાંથી ગલ્લે ગયો સિગરેટ પીધી અને ગલ્લેથી ખારી શીંગના નાના નાના બે પેકેટ લીધા એક ઝાપટી ગયો અને એક ઉપર ઓફીસમાં આવી અને તિલોત્તમાબેન ના રીશેપ્શન ટેબલ પર મૂકી અને જતો રહ્યો
તિલોત્તમાબેન માટે એક ગજબ નો સંયોગ થયો હતો ખારી શીંગનું આવું નાનું પડીકું, અભય યાદ આવી ગયા જીવતા હોત તો અત્યારે કદાચ ૧૧૦ વર્ષના હોત, અભયને યાદ કરતા એ આતિશ ને એના ટેબલ પર બેઠેલો અપલક આંખે જોઈ રહ્યા…
ક્યાંક અભય તો પાછા નથી આવ્યા ને..પણ અણસાર સુધ્ધા નોહતો …અભયનો આતિશમાં…
તો આ શું કુદરત ખેલ ખેલે છે..?અને એ પણ આ ઉમરે.?? આવા સવાલોએ ઘેર્યા તિલોત્તમાબેનને ..
સાંજે ઘરે ગયા આતિશના સ્કુટર પર…
ખારી શીંગનું એક પડીકું કેમેય કરીને એમનો કેડો મુકતું નોહતું..
શું હતું આ ..?
આંખો માં અજબ મસ્તી છવાઈ ગઈ તિલોત્તમાબેનની ખાલી એક ખારી શીંગ નું પડીકું જોઈને…બે ત્રણ દિવસ રોજ ખારી શીંગ નું પડીકું આતિશ લાવ્યો અને જયારે આતિશ તિલોત્તમાબેનને ખારી શીંગ નું પડીકું આપે ત્યારે તિલોત્તમા બેન આતિશનો હાથ પકડી લેતા… આતીશને પણ મજા પડી ગઈ હતી , આ રમતમાં. અઠવાડિયું વીત્યું કોઈ જોવે નહિ એમ આતિશે ખારી શીંગ નું પડીકું પકડાવ્યું અને તિલોત્તમાબેન ના ગાલ પર હાથ ફેરવી લીધો , તિલોત્તમાબેન થોડા અકળાયા કેમકે ભરી ઓફિસમાં કોઈ જોવે તો..?
આ સવાલે એમને વિચારતા કર્યા…
શીંગ નું પડીકું/PAGE-13/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-14/” target=”blank” size=”4″]Continue to Page – 14[/su_button]