PAGE-14
એમનુ એક મન કેહતું કે ભૂલી જા બધું તિલોત્તમા આ આતિશ છે અભય નહિ…
અને બીજું મન કેહતું ના તીલું શું કામ ભુલે છે આ ખારી શીંગ ના પડીકે તો તને અભય અપાવ્યો અને તારી ભર જુવાની ને તારી દીધી..
આ ઉમરે આ બધું ના હોય તિલોત્તમા..
તો સામો જવાબ આવતો ખોટી વાત ના કર તીલું અભય ની પણ આ જ ઉમર હતી…
આજે તું અભયની જગ્યાએ છે અને આતિશ તારી જગ્યાએ…
તું વિધવા હતી તિલોત્તમા…
આતિશ તો કાચો કુંવારો છે તીલું..
તું સ્ત્રી છે તિલોત્તમા…
ના તીલું એમાં સ્ત્રી પુરુષ નો ભેદ ના હોય…
તું માં છે દાદી છે તિલોત્તમા…
તો અભય પણ બાપ હતા અને દાદા પણ હતા તીલું..
જાળવી જા તિલોત્તમા કઈ ના થવા નું થયું તો ..?
અરે કઈ ના થાય …તીલું…
સંઘર્ષ વધતો ગયો પોતાની જાત સાથે ..
રાત આખી ઊંઘ ના આવી વેહલી સવારે આંખ લાગી તિલોત્તમાબેનની અને ત્યાં દુધવાળાની બેલ વાગી દૂધ લઈને બારણું આડું કરીને બહાર સોફા પર આડા પડી ગયા તિલોત્તમાબેન…દસ વાગ્યા છતાં ઉઠ્યા નહિ , આતિશ સ્કુટર લઈને એમને ઓફીસ માટે લેવા આવી ગયો થોડી વાર ફ્લેટમાં નીચે ઉભો રહ્યો ,
પણ તિલોત્તમાબેનના આવ્યા એટલે ઉપર ગયો દરવાજો અડધો ખુલ્લો હતો ધક્કો મારી ને અંદર ગયો તિલોત્તમાબેન સુતા હતા , ધીમેથી બોલ્યો આતિશ આંટી આંટી…પણ ગાઢ નિંદ્રામાં હતા તિલોત્તમાબેન , આતિશે સેહજ હાથથી એમનો ખભો પકડીને હલાવ્યા એકદમ ઉઠી ગયા તિલોત્તમાબેન એમનો સાડીનો છેડો નીચે પડેલો હતો …આતિશની નજર સ્થિર થઇ ગઈ હતી…બારણું બંધ કર…
યંત્રવત આતિશે બારણું બંધ કર્યું અને આતિશ તિલોત્તમાબેન તરફ ખેંચાયો…
તિલોત્તમાબેન પાછા સીધા સુઈ ગયા સોફા પર અને આતિશને લાગ્યું એને આહવાન મળ્યું …બસ પછી તો તિલોત્તમા ફરી એકવાર તીલુંમાં ફેરવાઈ ગઈ…આતિશ સોફા પર પડ્યો રહ્યો તિલોત્તમાબેન ઉભા થયા અને નાહવા ગયા …
બંને જણાએ રજા લીધી ઓફિસમાં અને આતિશે બપોર પડે થોડી જબરજસ્તી કરી તીલું જોડે ,પણ તીલું ને ગમી…
સાંજે પડ્યે છુટા પડ્યા બને જણા…થોડો ભાર હતો પણ ક્યાં પેહલી વાર નું હતું ..???
તીલું તિલોત્તમા પર હાવી થઇ ગઈ હતી…
આતિશને પેહલો સ્ત્રીનો સંગ મળ્યો હતો…
ફક્ત અને ફક્ત સ્ત્રીનો સંગ હતો એ એક પુરુષને તિલોત્તમાબેન માટે..તિલોત્તમાબેનના ઘરેથી નીકળી અને આતિશ નું સ્કુટર લાલ બંગલાવાળા ચાર રસ્તે ઉભું રહ્યું સિગ્નલ પર, અને પેલી ફુગ્ગા વાળી આવી…
શીંગ નું પડીકું/PAGE-14/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-15/” target=”blank” size=”4″]Continue to Page – 15[/su_button]