PAGE-15
આતિશે એની સામે જોયું, પેલી ફુગ્ગાવાળીએ પણ ટીકીટીકીને જોયું આતિશ ની સામે, અને એકદમ સિગ્નલ ખુલ્યું આતિશે એક આંખ મારી અને ફુગ્ગાવાળી શરમાઈને પાછું વળી ગઈ..
આતિશે પેહલા ગીયરમાં સ્કુટર નાખ્યું અને એકદમ રેઈસ કર્યું એક્સીલેટર…પાછળ ધુમાડાના ગોટા ઉડ્યા રોડ પર અને આતિશ હવામાં ઉડવા લાગ્યો…
આજે રાત્રે પેહલી વાર સપનામાં એ ફુગ્ગાવાળી આતિશની પાસે બેઠી…
બીજે દિવસે સવારે આતિશ તિલોત્તમા બેનને એમના ઘેર લેવા ગયો અને હજી સ્કુટર પાર્ક કરીને સ્ટેન્ડ ચડાવવા ગયો પણ ત્યાં તો પાછળથી તિલોત્તમાબેન આવી ગયા ચલ ચલ રોજ ના હોય ..એમ કરી ને આતિશના સ્કુટર પાછળ બેસી ગયા…પછી તો રોજ ખારી શીંગનું એક પડીકું આવતું થઇ ગયું હતું..
અને ક્યારેક અઠવાડિયે આતિશ સ્કુટર પાર્ક કરીને ઉપર ફ્લેટ માં જતો…તીલુંને આ વખતે ડબ્બા ના ભરવા પડ્યા , સીધો ભાણે બેસાડીને જમાડી જ દેતી તીલું આતિશને ,તીલું એ જે રીત અભય જોડે વાપરી હતી એ જ રીત આતિશ જોડે વાપરી,
તીલું એ આતિશની મમ્મી જોડે બેહનપણા કરી લીધા અને આતિશ ના ઘરે આવતી જતી થઇ ગઈ…
પણ જીવન હમેશા કેલિડોસ્કોપ જેવું હોય છે કાચની તૂટેલી બંગડીઓમાંથી જેમ કેલિડોસ્કોપમાં નવી નવી ડીઝાઈન પડે છે ,એવું જ કઈક જીવન માં થાય છે.. પણ જયારે નવી ડીઝાઇન પડે પણ તૂટેલી બંગડીઓના રંગ નથી બદલાતાખાલી ડીઝાઈન બદલાય છે..અને એમાં જયારે એક સરખી લાગતી ડીઝાઈન બને ત્યારે માણસ ધોખો ખાઈ જાય છે…અને જે પેહલા કર્યું હતું એવું જ કરવા માંડે છે…
તિલોત્તમા પણ ધોખો ખાઈ ગઈ ,ત્રણ ચાર વર્ષ તિલોત્તમા આતિશની સાથે તીલું બનીને રહી , અને એક દિવસ આતિશે એક માંગણી મૂકી ચલ તીલું આપણે પરણી જઈએ , પેહલા તો તિલોત્તમાબેને હસી કાઢયું, પણ આતિશે મક્કમતાથી કીધું મારે તારી સાથે લગ્ન કરવા છે ..તીલું
ત્યારે પગ નીચેથી જમીન ખસી ગઈ તિલોત્તમાબેનના આતિશ મારી ઉમર તો જો , આતિશે જવાબ આપ્યો તો શું છે ,? ઘણા પાસઠ સીતેર વર્ષના લોકો નાની નાની છોકરીઓ જોડે લગ્ન કરે છે ,તો હું તમારી સાથે કેમ ના કરું ..?
તિલોત્તમાબેને જવાબ આપ્યો …એ લગ્ન છોકરી જોડે કરે છે મારી જેવી ઘરડી બાઈ જોડે નહિ …
ખોટી વાત કરો છે તમે તીલું ,હું તો તમારી સાથે પરણવાનો જ છું ,આજે મારી મમ્મી જોડે હું વાત કરવાનો છું ,તમે પણ તમારા છોકરાને પૂછવું હોય તો પૂછી લેજો ..
તિલોત્તમાબેન અકળાઈ ગયા અરે ના હોય આવું આતિશ ,મારો છોકરો ક્યારેય હા ના પાડે
એટલે તમે તમારા છોકરાથી ડરો છો અને એ પણ એવા છોકરાથી કે જેને તમે આટલી મેહનત કરીને મોટો કર્યો અને એ હવે ઓસ્ટ્રેલીયા જઈને મજા કરે છે અને તમને એકલા રખડતા મૂકી દીધા …
શીંગ નું પડીકું/PAGE-15/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-16/” target=”blank” size=”4″]Continue to Page – 16[/su_button]