PAGE-16
તિલોત્તમા બોલ્યા …ના આતિશ સાવ છેક એવું નથી ,પણ એનાં સંજોગ જુદા છે,એણે મને બોલાવી છે મારો વિઝા પણ તૈયાર છે પણ હું નથી જતી ,અને બીજી એક ચોક્ખી વાત કરું મારાથી તારી સથે લગ્ન કરાય એમ નથી ,સમાજ આપણને ક્યારેય ના સ્વીકારે,સો વાતની એક વાત,
આતિશ બોલ્યો …અરે ભાડમાં જાય સમાજ , શું આપ્યું આ સમાજે તમને અને મને ..?? એકલતા અને ગરીબી તો આપી છે …
તિલોત્તમાએ કીધું જો આતિશ તું આવું બધું તારા મગજમાંથી કાઢી નાખ ..
આતિશ બોલ્યો તો આ બધું આટલા દિવસો થી તમે મારી સાથે શું કરો છો ..?તમે વેશ્યા છો રંડી છો ..??
તિલોત્તમાબેનથી ઊંચા અવાજે બોલાઈ ગયું માપમાં રહે
આતિશ બોલ્યો શું માપ માં રહું ..? તમે વિધવા થયા અભયભાઈ જોડે તમે સબંધો રાખ્યા પણ છેવટે તમને શું મળ્યું ..? આતિશ તો તું મને કહે કે તારી સાથે લગ્ન કરીને મને શું મળશે ..?
ઘર મળશે .. હું અને તમે સાથે જીવીશું …
આતિશ, મારી વાત સમજ તું ઘણો નાનો છે કોઈ તારા જેટલી નાની તારી ઉમરની છોકરી શોધી અને પરણી જા તમારો સંસાર થશે અને છોકરા થશે…હું તને સંતાનસુખ પણ આપી શકું એમ નથી
મારે નથી જોઈતું સંતાનસુખ મારે ખાલી તમે જ જોઈએ છે ,એમ કરી ને આતિશ ફ્લેટની બહાર જતો રહ્યો ..
સાંજ પડી ગઈ હતી ઘેર ગયો આતિશ એના અને એની મમ્મી ને કીધું…મમ્મી હું અને તીલું આંટી લગ્ન કરવાના છીએ તને કોઈ પ્રોબ્લેમ છે …?
એની મમ્મી હસવા માંડી ગાંડા હવે તું નાનો નથી … હવે આવી બાળક જેવી વાતો કરવાની છોડ …તું પેલી બાજુવાળા રમીલાબેનની જીજ્ઞા જેવું બોલે છે .. એ નાની હતી તો કાયમ કેહતી કે હું તો મારા પપ્પાને જ પરણવાની .. એટલે મારે સાસરે જવું જ ના પડે ….તું પણ એવું જ કરે છે .. બેટા આતિશ તારા માટે હવે મારે છોકરીઓ જોવાનું ચાલુ કરવાનું જ છે .. આપણે તારી માટે સરસ મજાની તારી વહુ લાવવાની છે ..
આતિશ બહાર જતો રહ્યો ઘરની ….રાત પડે પાછો પોહચી ગયો તિલોત્તમાબેનના ઘેર … જુવો તીલું હું તમને ફરી ફરી ને કહું છું હું તમને જ પરણીશ મેં મારી મમ્મીને તો કહી દીધું છે હવે હું કાલે ઓફીસમાં પણ બધાને કેહવાનો છું …તિલોત્તમાબેન એકદમ અકળાઈ ગયા ..અને બોલ્યા હું તારી માં કરતા પણ ત્રણ વર્ષ મોટી છું .. તો શું થયું તીલું અભયની છોકરી પણ તમારા કરતા નાની હતી જ ને .. હા પણ અમે લગ્ન નથી કર્યા …
પણ આપણે કરવાના છે ,આ સમાજ બહુ જાલિમ છે પુરુષ વિધવો થાય તો ગમે તે ઉમરે પરણે અને ગમે તે ઉંમરની છોકરી સાથે , તો શું વિધવા સ્ત્રી ને હક્ક નથી કે એ ગમે તે ઉમરના છોકરા સાથે પરણે …??
આતિશ તું મારા ધોળામાં ધૂળ પાડીશ
શીંગ નું પડીકું/PAGE-16/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-17/” target=”blank” size=”4″]Continue to Page – 17[/su_button]