PAGE-19
આતિશ બોલ્યો સારું હું કહું તમને … ગુનો તો તમે કર્યો કે ખારી શીંગ નું પડીકું જયારે હું તમને આપતો ને ત્યારે તમે મારો હાથ પકડતા …ત્યારે તમે મારો નહિ અભય નો પણ તમે હાથ પકડતા, અને પછી તમે એ અભયભાઈના કે મારા હાથ ને કાયમ માટે પકડી રાખવાની બદલે તમારા આનંદ અને મોજ મજા માટે મન થાય થાય ત્યારે પકડતા અને છોડતા ….એ ગુન્હો કર્યો છે તમે ..માફી તો હું તમને નહિ આપું તિલોત્તમા આંટી ઉપરવાળો જયારે ઉપર જાવ ત્યારે માફી આપો તો લઇ લેજો …
એટલું બોલી ને આતિશ જતો રહ્યો …શ્વાસ રૂંધાવા લાગ્યો તિલોત્તમાબેન નો બાજુ માં પડેલા ફોન થી પાડોશી ને ફોન કર્યો હોસ્પિટલ માં દાખલ કર્યા અનુરાગને બોલાવ્યો ઓસ્ટ્રેલિયાથી …તાત્કાલિક પણ કોમામાં જતા રહ્યા આંખો હજી આતિશ ને શોધે છે..
રાત્રે નયન આતિશ ના ઘરે ગયો ચલ કાળું જઈ આવીએ…. તિલોત્તમાબેન ના ઘેર …
આતિશે એક કચાચવીને લાફો નયનને માર્યો… મારી જીંદગીમાં ફરી ના આવીશ …
એ રાત્રે ખુલ્લી આંખે તિલોત્તમાબેન એ પ્રાણ ત્યજ્યા
સવારે સ્મશાનયાત્રા માં આતિશ જોડાયો…સાથે એક થેલી હતી આતિશના હાથમાં ..
વી એસ ના શ્મશાનગૃહમાં તિલોત્તમાબેનનું સોળ શણગાર સજેલું પાર્થિવ શરીર પડ્યું હતું…ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં બીજા કોઈ મૃતદેહના સંસ્કાર ચાલુ હતા
બધા ડાઘુઓ વિસામા ઉપર તિલોત્તમાબેનની નનામી મૂકી અને રાહ જોતા શ્મશાનની બેંચ પર બેઠા હતા..
અચાનક આતિશે પોતાના ખિસ્સામાં લાવેલું સિંદુર તિલોત્તમાબેનના એકદમ સફેદ વાળ વાળા માથામાં ભરી દીધું…
બધા ડાઘુઓ ચોંકીને જોતા રહ્યા આ છોકરો શું કરે છે… એક જણે રોકવાની કોશિશ કરી ,
પણ આતિશે થેલીમાંથી રામપુરી ચપ્પુ કાઢ્યું અને ડાઘુઓની સામે ધરી દીધું..બધા પાછળ હટી ગયા , પોતાની થેલીમાંથી આતિશે એક ફૂલનો હાર કાઢી અને તિલોત્તમાબેનના મૃતદેહના ગળામાં નાખ્યો…
કોઈએ એને રોકવાની હિમત ના કરી..
એમના મૃતદેહના ફરતે ફેરા ફરી અને આતિશ સ્મશાનમાંથી જતો રહ્યો ,કોઈ ને કશી ખબર ના પડી ..
સ્મશાનમાંથી બહાર નીકળી અને આતિશ બબડ્યો આવી મોટી માફી માગનારી …મેં તને તારા કરેલા બધા ગુન્હામાંથી જ મુક્ત કરી દીધી તીલું….
સંપૂર્ણ
શૈશવ વોરા
શીંગ નું પડીકું/PAGE-19/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
નમસ્તે દોસ્તો ,
“ખારી શીંગનું પડીકું” આ આખી વાર્તા કાલ્પનિક છે કોલેજકાળ દરમ્યાન સાથે ભણતા મિત્રોમાંથી અને આજે પણ જીમમાં મળતા નાના મિત્રોમાંથી કોઈક જયારે એમ કહે છે કે ફલાણી આંટી મેં પટાવી છે,અને જલસા કરું છું ત્યારે મને હમેશા વિચાર આવે છે કે કોઈ મોરલ નહિ હોય આ સ્ત્રીઓનું..?
આ મારા વાળો નાલાયક તો નફફટ છે જ,
પણ જયારે એમની વાતો ડીટેઈલમાં સાંભળતો ત્યારે લાગતું કે ક્યાંક કોઈ એ મિત્ર આતિશ જેવા સાયકો કેરેક્ટર કે અભય જેવા શાતીર કેરેક્ટર હોય છે,
અને સમાજમાં એક બહુ પાતળી માત્રામાં તિલોત્તમાબેન જેવી સ્ત્રીઓ પણ હોય છે,જે સમય અને સંજોગોના વેહણમાં ખેચાઈ જતી હોય છે…અને પછી પાછળથી પસ્તાવાની આગ બળતી હોય છે અને સરવાળે ગમે તેટલી પસ્તાવાની આગમાં બળી હોય, પણ અંતે તો એને ચિતાની આગમાં જ ઠંડક શોધવી પડે છે..
વાર્તાને વાર્તાની રીતે લેજો કોઈ સામાજિક સંદેશો કે વાર્તાના પાત્રો અસલ જિંદગીમાં તમારી કે મારી આજુબાજુ શોધવાનો પ્રયત્નના ના કરવા વિનંતી..
ફીડબેક આપશો તો ચોક્કસ ગમશે..
- શૈશવ વોરા