PAGE-4
પંદર વર્ષનો થયો હતો અનુરાગ,અને તિલોત્તમાબેન પાંત્રીસ વર્ષના,અને એક દિવસ એક ઘટના ઘટી એમના જીવનમાં,
રોજ સવાર પડે લાયબ્રેરીએ એક પાસઠ વર્ષના કાકા આવતા થયા,
કલાક એક બેસતા… સવાર સવારમાં પેહલા છાપા વાંચતા…પછી મેગેઝીનો ..અને સાંજે ચાર વાગે ફરી પાછા આવે અને પછી જુદી જુદી વાર્તાઓની ચોપડીઓ વાંચે,
થોડાક દિવસના લાયબ્રેરી આવવાના ક્રમ ને એ કાકાએ નિત્યક્રમ બનાવી દીધો અને પછી તિલોત્તમાની સાથે એ કાકાની સેહજ આંખથી આંખ મળતી થઇ ..
ઘડપણ હતું, છતાં પણ એ કાકાની ચાલમાં મક્કમતા હતી,અને આંખમાં હજી તેજ કાયમ હતું,હાથ પગમાં પણ ઘણી તાકાત હોય એમ લાગતું હતું ,અને છેક સાવ ઘડપણએ હજી એમને પકડી લીધા હોય એવું નોહતું લાગતું…
એક આછું સ્માઈલ આપતી તિલોત્તમા એમને રોજ, તિલોત્તમા એની પાંત્રીસ વર્ષની ભરજુવાનીમાં એકલી વેહતી જતી હતી,
ઘરમાં બિચારો એકલો પંદર વર્ષ નો છોકરો અનુરાગ, તિલોત્તમા વાત કરે તો પણ કોની સાથે..??
એકલતા તિલોત્તમાના જીવનમાં શ્રાવણના વાદળાની જેમ છવાયેલી હતો,અને ઉપરથી નોકરી પણ લાયબ્રેરીની,જેમાં બિલકુલ અવાજ જ કરવાનો નહિ…
એટલે ઘણી વખત તિલોત્તમા વિચારતી કે મારી જીંદગીમાં પણ આ લાયબ્રેરીની જ નિરવ શાંતિ છવાઈ ગઈ છે…
અને સતત જીવનની સાથે રેહતી આ શાંતિને લીધે પેદા થયેલી એક ખામોશી તિલોત્તમાના જીવનમાં સન્નાટાના રૂપમાં ફેલાઈ ગઈ હતી..
ના કોઈની સાથે વાત કરવાનું ઠેકાણું કે ના બોલવાનું, સવારે ઉઠી અને સીધું રસોડું,ઘરની સાફસૂફી,કપડા , વાસણ અને પછી અનુરાગને સ્કુલ મોકલી સીધા અગિયાર વાગે ચાલતા ચાલતા લાયબ્રેરીએ અને ત્યાંથી સાંજે ઘેર ફરી એજ રસોડું…
રાત પડતી ત્યારે કોઈ આડો આવળો વિચાર પથારીમાં પડ્યા પડ્યા આવતો,પણ મન ને મક્કમ કરીને વિચારને હડસેલી દેવાતો, અમૃત તો હવે લગભગ ભુલાઈ ગયો હતો. મનની તમામ ઈચ્છાઓ ને તિલોત્તમાએ ભયાનક રીતે કચડી નાખી હતી , અને પોતના તન ને પણ એકદમ શાંત પાડી દીધું હતું તિલોત્તમાએ…
એવામાં લાયબ્રેરી આવતા આ કાકા ખાલી હળવું હસતા,તો પણ કોણ જાણે કેમ સારું લાગતું તિલોત્તમાને,
એક દિવસ સાંજે એ કાકા આવ્યા અને તિલોત્તમાના ટેબલ પર પચીસ પૈસા નું નાનકડું ખારી શીંગનું પડીકું મુકતા ગયા. તિલોત્તમા એ આંખના ઈશારાથી ખારી શીંગનું એ પડીકું લેવાની ના પાડી તો કાકાએ તિલોત્તમાના હાથ પર હાથ મુક્યો અને સેહજ હાથ દબાવ્યો, અને ઇશારાથી કીધું વાંધો નહિ..લઈલો
અને તિલોત્તમાએ એ ખારી સીંગના પડીકાનો સ્વીકાર કરી લીધો..
શીંગ નું પડીકું/PAGE-4/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-5/” target=”blank” size=”4″]Continue to Page – 5[/su_button]
No Comments