PAGE-6
બસ કઈક જુવાનીમાં થતી એવી ફીલિંગ એમને આવતી થઇ ગઈ હતી, અને એટલે એ આજે થોડા વેહલા એમના ઘેર જતા રહ્યા ..
જતા જતા તિલોત્તમાના ટેબલ તરફ નજર નાખવાની એમને અદમ્ય ઈચ્છા થઇ પણ મનને રોકી પાડ્યું, અને સીધા જ બહાર નીકળી ગયા..
તિલોત્તમાને પણ હવે ફરી એકવાર પ્રેમ થયો હોય એવું લાગવા માંડ્યું ,એ રાત માંડ માંડ કાઢી તિલોત્તમાએ, બીજે દિવસે સવારે કોઈ કારણ વિના તિલોત્તમા થોડી વેહલી પોહચી ગઈ લાયબ્રેરીમાં, પણ આખી સવાર વીતી ગઈ છતાં અભય ના દેખાયા..ઘણા બધા સારા ખોટા મંગળ અમંગળ વિચારોથી એનું મન ઘેરાઈ ઉઠ્યું , નક્કી કઈ ખોટું થયું હશે એવું માની લીધું તિલોત્તમાએ..
બપોરના દોઢેક વાગ્યો હતો,આખી લાયબ્રેરી ખાલી હતી,લાયબ્રેરીમાં ચોરી થાય એવા દિવસો અમદાવાદમાં હજી નોહતા આવ્યા, એટલે લાયબ્રેરીનું બારણું આડું કરીને તિલોત્તમા સીધી શ્રીરામજીની શેરીએ પોહચી ગઈ..
અભયભાઈ નું ઘર કયું..?પૂછતાં મળી ગયું ,
અભયભાઈના ઘરનું ખાલી બારણું આડું જ કરેલું હતું, સહેજ અચકાતા અચકાતા તિલોત્તમાએ બારણું ખોલ્યું અને ને અંદર જોયું તો આગળના રૂમમાં એક શેટી પર અભય સુતા હતા,એમણે ખુલ્લા ડીલે એક માત્ર લુંગી પેહરેલી હતી શરીરે..
તિલોત્તમા ધીમેકથી બોલી અભય…અભય…
સામેથી જવાબ ના આવ્યો એટલે એ સહેજ નજીક ગઈ અને સુતેલા અભયના ખભા પર હાથ મુક્યો…અભય સફાળા બેઠા થઇ ગયા…જોયું તો સામે તિલોત્તમા હતી..શ્યામલી થોડી જાડી પણ એની કાળી ભમ્મર આંખમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું અભયને ,
એમણે એમણે કીધું બારણું આડું કરી દે..તિલોત્તમા એ યંત્રવત બારણું આડું કરી દીધું અંધારું છવાયું રૂમમાં શેટી પરથી અભય ઉભા થયા..એ કશું બોલે એ પેહલા તિલોત્તમા એમને વળગી પડી..અભયએ પેહલા એના માથે હાથ ફેરવ્યો ,પછી બરડે હાથ ફેરવ્યો , પણ છેવટે દસેક મિનીટના એ આલીંગન પછી અભયમાં રહેલો પુરુષ જાગ્યો અને એ બંને સ્ત્રી અને પુરુષ એ જ પલંગ પર રતિક્રીડામાં વ્યસ્ત થઇ ગયા… છેક બપોરના ત્રણ વાગી ગયા..હોશ આવતા આવતા..તિલોત્તમા ફટાફટ સાડી લપેટીને લાયબ્રેરી ભાગી… અભય ભરબપોરે નાહવા ગયા..અને ત્યાંથી સીધા લાયબ્રેરી આવ્યા… તિલોત્તમાને ક્યાંક પસ્તાવો હતો થોડો..અભય ને દુરથી આવતા જોઇને તિલોત્તમા લાયબ્રેરીની બહાર આવી ગઈ..
અભયે બે હાથ જોડ્યા મને માફ કરો..
તિલોત્તમા એ કીધું મને માફ કરો તમે…
અભયે પૂછ્યું મારી શા માટે માફી માંગો છો તમે..? હું ગુન્હેગાર છું મારા આ વીસ વીસ વર્ષ ના વિધુર જીવનમાં આ મારું પેહલું જ સ્ખલન છે…તિલોત્તમા બોલી મારું પણ પેહલુ જ છે અમૃતના ગયા પછી…
અભય ચોંક્યા એટલે..?
હું પણ વિધવા છું…અઢારથી વીસ વર્ષ થયા અમૃતને ગયે ત્યારની એકલપંડે જીવું છું…અને મારા છોકરાને મોટો કરું છું, વાંક મારો છે અભય ,કે હું તમારા ઘર સુધી ખેંચાઈને આવી…તમે નિર્દોષ છો…
શીંગ નું પડીકું/PAGE-6/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-7/” target=”blank” size=”4″]Continue to Page – 7[/su_button]
No Comments