PAGE-7
પણ અભયની અનુભવી આંખ સમજી ગઈ કે વાંક કુદરતનો છે જેણે બે આવા હૈયાફૂટાને ભેગા કર્યા ,અને બંનેના હ્રદયમાં રહેલી પાપની ભાવના એકદમ જ ઓગળી ગઈ, ત્યારે બંને જણા છુટા પડ્યા ..
નવો દિવસ ઉગ્યો,આજે તિલોત્તમાએ સવાર સવારમાં બટાકાપૌવા બનાવી નાખ્યા અને એક ડબ્બો જુદો ભર્યો…અભય લાયબ્રેરીએ આવ્યા તિલોત્તમા એ ડબ્બો પકડાવી દીધો,સાંજે એ ડબ્બો શીંગચણાથી ભરાઈને પાછો આવ્યો…
પછી તો રોજ નો સિલસિલો ચાલુ થયો તિલોત્તમા ડબ્બો ભરે અને અભય સામો ડબ્બો ભરે,વાત થતી નહિ, પંદરેક દિવસ વીત્યા અભય સવારે ફરી દેખાયા નહિ,બપોરે લાયબ્રેરીનું બારણું આડું કરી અને શ્રીરામજીની શેરીએ તિલોત્તમા પોહચી ગઈ, આજે પણ ખુલ્લા ડીલે અભય સુતા હતા,પણ બારણું વગર કીધે તિલોત્તમાએ આડું કર્યું અને આંકડી પણ સખ્ત રીતે મારી દીધી…
છ એક મહિના આ બધું ચાલ્યું…ઉનાળાનું વેકેશન આવ્યું..
તીલું મારી દીકરી આવવાની છે મારે ઘેર રેહવા બે મહિના ,મારાથી નહિ અવાય…અને તારે પણ સાચવવું પડશે,તિલોત્તમા અકળાઈ થોડી,પણ એણે કીધું બપોરે ના મળાય એનો વાંધો નથી ,પણ મને મળવા તો આવવું પડશે તમારે…તીલું તું સમજ…ના અભય નહિ ચાલે મળવું તો પડશે જ ..મને તમારી આદત પડી છે…છ મહિનામાં તો બને જણાએ એકબીજાના જીવનના બધા જ વીતેલા પ્રસંગોની વાતો કરી લીધી હતી અને અભય તીલું અને તિલોત્તમા અભય કહીને બોલાવતી થઇ ગઈ હતી ,અભયે કીધું સારું એક રસ્તો છે તીલું ,તારે મારી દીકરી સોનલ સાથે બેહનપણા કરવા પડશે ,
કેટલા વર્ષની છે તમારી દીકરી સોનલ..??
તારાથી બે વર્ષ મોટી …અભય થોડા સંકોચ સાથે બોલ્યા…
પણ તિલોત્તમાએ જાણે કઈ જ ફરક ના પડ્યો હોય એમ કીધું સારું એ થશે…
સોનલ ઘણા વખતે પિયર રેહવા આવી હતી એને એના બાપના વાણી અને વર્તનનો ફર્ક ચોખ્ખો દેખાતો હતો,શરીર પણ થોડું સારું થયું હતું ,અને બિચારી દીકરીઓ તો બાપને ખુશ જોઇને ખુશ જ થાય ,એ નિયમે સોનલ પણ ખુશ થઇ…
બે દિવસ પછી અભય સામેથી તિલોત્તમા ની ઓળખાણ કરાવવા માટે સોનલને લઈને લાયબ્રેરી આવ્યા,તિલોત્તમાને તો જાણે કોઈ બાળપણની સખી મળી હોય એટલો આનંદ થયો.. સોનલે આમંત્રણ આપ્યું ઘરે આવજો અમારા…
બીજે જ દિવસે તિલોત્તમા પોહચી ગઈ એમના ઘરે,ઘણી વાતો કરી સોનલ જોડે સદીઓથી બંધાઈ રહેલી જીભ છૂટી થઇ હતી, અને સોનલ ને પણ સારું લાગ્યું કે મારા પપ્પા જોડે કોઈ વાત કરે છે બે ઘડી,માટે એણે પણ તિલોત્તમાની સાથે સબંધ વધાર્યો..
પેહલી વાર સોનલ અને એના બે દીકરાઓને લઈને અભય તિલોત્તમાના ઘરે જમવા આવ્યા…કેટલા વર્ષે તિલોત્તમાના ઘરે કોઈ જમવા આવ્યું…પોતના સંબંધોને એક સામાજિક રૂપ આપવાનામાં અભય અને તિલોત્તમા એકદમ સફળ રહ્યા..
શીંગ નું પડીકું/PAGE-7/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-8/” target=”blank” size=”4″]Continue to Page – 8[/su_button]
No Comments