PAGE-8
તિલોત્તમા થોડી હોશિયારી વાપરી ગઈ હતી અને જાહેરમાં હમેશા અભયને અભયમાસા કેહતી હતી..અભય અને તિલોત્તમાના સંબંધો હમેશા ઢંકાયેલા રહ્યા,
લગભગ દસેક વર્ષના સહવાસ અને સબંધો ચાલ્યા..સમય જેમ જેમ જતો ગયો તેમ તેમ અભય રેગ્યુલર લાયબ્રેરી આવતા પંદર દિવસની બદલે મહીને બે મહીને માંડ એકાદવાર ના આવે અને બારણું આડું થતું શ્રીરામજીની શેરીમાં …
અનુરાગ મોટો થતો ગયો અભયમાસા લગભગ સામાજિક વર્તુળોમાં માસા તરીકે ગોઠવાઈ ગયા હતા, તિલોત્તમાબેન પણ સોનલ ના સાસરે આવતા જતા અને પ્રસંગોમાં આવતા જતા થઇ ગયા હતા…
એક દિવસ સવારે અભય લાયબ્રેરી ના આવ્યા… તિલોત્તમાને એનું મન નોહતું શ્રીરામજી ની શેરીએ જવાનું,પણ કેમ જાણે એ પોહચી ગઈ..
આજે બારણું ખુલ્લું કરીને આડું કરેલું નોહતું ..અંદરથી બંધ હતું ,આખી પોળમાં બપોરનો સન્નાટો હતો બારણું ખખડાવ્યું પણ ના ખુલ્યું , પોળ ના નાકે થી બેચાર જણને બોલાવ્યા , બારણું તોડયું અને સાંજે તો અભય સપ્તર્ષિના આરે સાબરમતીના કિનારે પંચમહાભૂતમાં ભળી ગયા…
તિલોત્તમા ફરી એકવાર વિધવા થઇ,અને એ જ ઘર અને એજ લાયબ્રેરીની હ્રદયને વાગતી નીરવ શાંતિ એના જીવનમાં પથરાઈ ગઈ , અનુરાગ હવે એન્જીનીયર થયો હતો , એને નોકરી મળી ગઈ હતી,પોળનું મકાન વેચી અને નવરંગપુરામાં સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળ એક ફ્લેટ લીધો…
તિલોત્તમાની લાયબ્રેરીની નોકરી હવે પૂરી થઇ,જીવનના અઠ્ઠાવન પુરા વર્ષ થયા હતા તિલોત્તમાના દીકરા અનુરાગના લગ્ન થઇ ગયા હતા અને એના ઘરે પણ એક દીકરો હતો તિલોત્તમાબેન હવે દાદી થયા…
દુનિયામાં તિલોત્તમાને તીલું કહીને કોઈ બોલ્વાનાર હવે રહ્યું નોહતું.. અનુરાગે પોતાની ઈમિગ્રેશન પર ઓસ્ટ્રેલીયા જવા માટેની ફાઈલ મૂકી હતી અને એ આવી પણ ગઈ, તિલોત્તમાબેન ને એણે પ્રોમિસ આપ્યું કે બે વર્ષમાં હું તમને પણ બોલાવી લઈશ મમ્મી,તિલોત્તમાબેને પણ સહર્ષ દીકરા વહુ અને પૌત્રને વિદાય કર્યા … ઓસ્ટ્રેલીયા..
શરુ શરૂમાં રોજ ફોન આવતો અનુરાગનો, પછી ધીમે ધીમે ઓછુ થયું અને છ મહિના પછી તો સાવ મહીને એક ફોન આવતો…
ઘરમાં ફરી એકવાર એકલા પડયા વીસ વર્ષ પેહલાની એકલતા પાછી આવી તિલોત્તમાબેન ને,
ક્યાંકથી ઓફર આવી અહિયાં ઝેવિયર્સ કોર્નર પર શેર બજારના એક દલાલની ઓફીસ છે, એસ.એન. સિક્યુરીટીઝમાં તમારે ત્યાં નોકરી કરવી હોય તો વાત કરું…
એકસઠ વર્ષના તિલોત્તમાબેને હા પાડી બે પૈસા મળે અને સમય જાય એ ગણતરીએ …
નોકરી મળી ગઈ એસ.એન.સીક્યુરીટીઝમાં..
રીશેપ્શન ઉપર બેસવાનું હતું,આવેલા ફોન ઇન્ટરકોમથી ટ્રાન્સફર કરવાના અને કુરિયર લેવાના, મજા પડી ગઈ તિલોત્તમાબેનને…સતત બોલવાનું રેહતું ,અને નાના નાના બાવીસથી પચીસ વર્ષ ના વીસેક છોકરાઓ ઓફિસમાં ટર્મિનલ પર બેસતા,
શીંગ નું પડીકું/PAGE-8/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-9/” target=”blank” size=”4″]Continue to Page – 9[/su_button]
No Comments