Page:-5
એવું લાગે જ્યલા કે ચામડી બધી હમણા ફાટીને લોહીની ધાર થશે એવું લાગે, એક તો છે તો ગોરો ચટક અને એમાં ચામડીમાં થી લોહી નીકળવાનું જ બાકી,આખા શરીર માંથી,અમે સીધો એલ.જી.હોસ્પિટલમાં લઇ ગયા, થર્મોમીટર બગલમાં નાખ્યું તો ૧૦૫ ડીગ્રીથી આગળ પારો જાય, મારી અને ડોકટરની બધાની ફાટી પડી, ડોક્ટર બાટલા ચાલુ કરવા જાય તો ઇન્જેક્શનની સિરીંજની શરીરમાં જ ના ઘૂસે નીડલ વળી જાય,એવી જોરદાર ટાઈટ ચામડી થાય એક પણ નીડલ એના શરીરમાં ના ઘુસે, લગભગ દસ નીડલ વાળી નાખી ડોકટરે,પણ એના શરીરમાં એક નીડલના જાય છેવટે એક જુનો ચારસો ભીનો કરી અને એની ઉપર નાખ્યો એની ઉપર, તાવ ઉતારવા, જેટલા રેસીડેન્ટ ડોક્ટર હતા એ બધાને તો પરસેવા વળી ગયા હતા એક સીનીયર ડોકટર આવ્યા અને એ ડોકટરે કીધું પાણીના પોતા મુકો અને પછી એ ડોકટર એને ઉન્ધો પાડી અને ચડી બેઠા એની ઉપર અને બીજા સાત આઠ જણા એની ઉપર ચડી બેઠા ત્યારે માંડ માંડ કુલા પર એક ઇન્જેક્શન આપ્યું, હેતલનું વર્ણન હું તો બધું ફાટી આંખે સાંભળતો રહ્યો..હેતલ બોલતો રહ્યો..મેં પૂછ્યું પછી શું થયું..? એના બધા દસ પંદર ફ્રેન્ડ એના ખાટલા પાસે ઉભા હતા..સવાર થઇ અને અચાનક ક્યાંક થી બાજુના સ્વામીનારાયણ મંદિરની આરતી નો અવાજ આવ્યો અને રાજુ બેઠો થઇ ગયો અને દોડવા માંડ્યો, બોલવા માંડ્યો અત્યારે જાઉં છું નાની મુકતી જાઉં છુ પણ હું પાછી આવીશ..બસ,પછી ત્યાં એલજીની બહાર એક મોટો પીપળો છે ત્યાં આવીને ધડામ કરતો રાજુ જમીન ઉપર પડ્યો, બધા ભાઈબંધો પાછળ જ હતા અને અમે એને ઉપાડ્યો અને પાછો ખાટલે નાખ્યો,તાવ અચાનક એકદમ નોર્મલ થઇ ગયો, બિલકુલ તાવ ગાયબ, બધી વાત કરી અમે એને ઘરે લાવ્યા..એકે એક જણાએ એને કેટલું બધું પૂછયું ક્યાં હતો તું?શું થાય છે તને ..?? પણ સાલો કઈ બોલે નહિ અને હજી પણ કઈ જ બોલતો જ નથી, બસ જે એને કઈ પૂછે એની સામે ડોળા તગતગાવી ને જોયા જ કરે છે, cont..6
www.shaishavvora.com/Pashmita-5/શૈશવ વોરા
No Comments