Page:-6
એક તો ઘોડાની આંખો છે એટલી મોટી અને એમાં પાછો ફાટેલી આંખે બધાની સામે જોયા કરે છે અને કશું બોલતો જ નથી ઘોડો, એના પચાસ ટકા ભાઈબંધોની તો બરાબર ફાટી છે એની આંખો જોઇને જ, હેતલના ટેણીયાની આંખો પણ એના રાજુમામા જેવી મોટી મોટી છે, હું હમેશા હેતલની ખેંચતો..તને દીઠો નથી ગમતો ને તારો સાળો, લે આવી એની આંખો તારા છોકરામાં, હેત્લ્યા બકા પાંચ ગુણ ગમે તે કરો પણ એ તો મોસાળના આવે આવે ને આવે જ, મેં ફરી પૂછ્યું શું થયું પછી હેત્લ્યા..?? હેતલ બોલ્યો..અમે એને લઇ ને એના ઘેર આવ્યા,આ બાજુ વાળા માસીએ તું જેના ફ્લેટમાં બેઠો તો ને એમણે પ્રસાદ આપ્યો કઈ..તો રાજ્યો દોડી અને સીધો ગેલેરીમાં જતો રહ્યો પાળી પર ચડી ગયો હું અહીંથી બહાર જતો રહીશ.. એક તો ત્રીજા માળની ગેલેરી અને એની પાળી ઉપર ચડીને ઉભો આ સાંઢ,નીચે ભૂસકો મારે તો મરે તો નહિ પણ પાંચ સાત હાડકા ચોકકસ તૂટે, માંડ માંડ ઉતાર્યો પાળીએથી એને,અને બધા ભાઈબંધોએ અત્યારે રીતસર પલંગથી ફરતે દોરડા વીંટાળીને એને બાંધ્યો છે તો સાલો પલંગની સાથે ઉભો થાય છે અને આખો પલંગ લઈને ગોળ ગોળ ફરે છે રૂમમાં,એક તો છે સવા છ ફૂટનો અને વજને પણ સાલાનું સવાસો કિલો છે..જીમમાં જઈ જઈ ને દાટ વાળ્યો છે..તાકાત એ એટલી છે કે એક રાજ્યાને પકડવા એના જેવા ચાર જોઈએ છે જીમવાળા પેહલાવાનો,ત્યારે આ ગેલફાડીયો કંટ્રોલમાં આવે છે..હવે તને એટલે બોલાયો કે તારા મેડીકલ સાયન્સમાં આનો કોઈ ઈલાજ ખરો..?? મેં કીધું જો હેતલ તું ઇલેક્ટ્રોનીક્સમાં એન્જીનીયર થયો અને હું ડોકટર થયો..અત્યારે હું તો રીસર્ચમાં નોકરું કુટુ છું,પણ હા આવો કેસ મેં તો ક્યારેય જોયો નથી, હું ભગવાનમાં માનું બાકી કશામાં નહિ, અને હા આજે તને એક વાત કરું તારો સાળો છેને એ મહા..મહાચાલુ આઈટમ છે,મેં તને વાત નથી કરી,બાકી તારો આ સાળો રાજ્યો દર છ મહીને એચઆઈવી નો ટેસ્ટ કરાવે છે..અને
cont..7
www.shaishavvora.com/Pashmita-6 /શૈશવ વોરા
No Comments