Page:-9
રાજુએ માથું હલાવીને હા પાડી, તરત જ એનો એક ભાઈબંધ દૂધ લાવ્યો..મેં એના મોઢામાં દૂધ રેડયું એક ગ્લાસનું દૂધ એક જ મિનીટમાં એક શ્વાસે પૂરું.. બીજું આપો.. લગભગ બે લીટર દૂધ પીધું સાલા સાંઢએ.. મેં ફરી પૂછ્યું તું કેટલા વર્ષની છે..?તો રાજુ બોલ્યો બે વર્ષની..મેં સેહજ પ્રેમથી કીધું..સારું ચલ હવે તું સુઈ જઈશ..હું એકદમ નાની દવા આપું છું તું ઊંઘી જા..આંખો બંધ કર જો, એમ કરીને મેં રાજુના કપાળે હાથ મુક્યો..તરત જ આંખો બંધ કરી અને રાજુ ઊંઘી ગયો..અને જોર જોરથી નસકોરા બોલાવા લાગ્યો..મેં એને ધીમેથી ઇન્જેક્શન આપી દીધું..મેં હેતલને કીધું આઠ કલાકની શાંતિ હવે નહિ ઉઠે આ..પણ આ દોરડા ખોલતા નહિ.. ભાઈબંધોમાંથી બે જણને અને હેતલને પણ મેં ત્યાં જ રેહવા દીધા બાકીના એના ફ્રેન્ડસ ને મેં કીધું..ચાલો બધા નીચે.. રાજુની આખી ગેંગ ગલ્લે મારી સાથે ભેગી થઇ ફટાફટ સિગારેટો સળગી, કશ ખેંચતા ખેંચતા એ બધાને સેહજ કરડાકીથી મેં કીધું હવે સાચું બોલજો અલ્યા તમે બધા, શું કાંડ કર્યા છે..? તમે બધાએ ભેગા થઇને..? કે એકલા રાજ્યાએ કાંડ કર્યો છે..? કે આ રાજ્યો આવા નાટક કરે છે..? અને હા જો તમે લોકો મને સાચે સાચું કહી દો તો હું કશું જ નહિ કહું જીજાજી ને.. હેતલ રાજુના આખા ગ્રુપનો “જીજાજી” હતો..એમાના લગભગ બધા છોકરાઓને રીમા રાખડી બાંધતી..અને એકે એક છોકરો હેતલની સારી એવી આમન્યા રાખતો એટલે મને હતું કે રાજુની આખી ગેંગ હેતલ હશે ત્યાં સુધી તો રાજુનો કોઈ ભાઈબંધ મોઢું નહિ ખોલે, એટલે મેં હેતલને ત્યાં રાજુ પાસે ફલેટ પર જ રેહવા દીધો હતો..પણ કોઈ કશું બોલ્યું નહિ બધા ચુપચાપ ઉભા રહ્યા એટલે એ બધામાં ના એક ભાઈબંધ ને બધા ભોલિયો કેહતા..અને એ ભોલીયો રાજુનો ખાસ ચમચો,રાજુ આખી ગેંગ નો બોસ. મેં ભોલુ ઉપર નિશાન તાક્યું અને પૂછ્યું ભોલુ બકા તું બોલ હવે..ભોલ્યો ડરતો ડરતો બોલ્યો જયભાઈતમને તો ખબર છે રાજ્યાની જીંદગી કુતરો તો સારો કેહવાય
cont..10
www.shaishavvora.com/Pashmita-9/શૈશવ વોરા
No Comments