(Page -5)
જીવન માં પેહલી વાર ઘોડા પર બેઠો પણ અછ્ચા ઘોડે સવાર ની જેમ ઘોડો ભગાવી અને પાછળ ના જંગલ માં ઉતરી ગયો .પાછળ સ્ટાફ અને જાનકી ચીસો પડતા દોડયા …પણ ક્યાં ય આગળ જતો રહ્યો કોઈ ને કઈ જ ખબર ના પડી જાનકી રડતી રહી ….. જાનકી , વેંકટેશ અને જગત ત્રણે ને શિકારબાડી ના મેનેજર પોતાની કેબીન માં લઇ ગયા .જાનકી એ અને જગતે આખી વાત કરી અને મેનેજર પામી ગયો કે આ તો પુનર્જન્મ નો કેસ છે….તરત સીટી પેલેસ ફોન કર્યો …પોલીસ ને જાણ થઇ … સીટી પેલેસ અને મહારાજા ના નિવાસ ની સીકયુરીટી એકદમ કડક કરવા માં આવી અને આશુતોષ ની શોધ ખોળ માં રાજસ્થાન પોલીસ લાગી …
ગોળીબાર ના કરવા ની એકદમ કડક સુચના વેહતી થઇ …વાયરલેસ પર હુકમ ઉપર હુકમ છુટ્યા ….મેવાડ ના રાજપરિવાર માટે આ કોઈ પેહલી ઘટના નોહતી … વર્ષો થી આવા પુનર્જન્મ ના કેસ રાજપરિવાર પાસે આવતા રહ્યા છે , અને પરિવાર તેનું યોગ્ય સમાધાન પણ કરતો આવ્યો છે ….હવે વારો રાજસ્થાન પોલીસ નો હતો ……આશુતોષ ને શોધવા નો ….. ઘોડો કેટલા કિલોમીટર આગળ જઈ શકે તેમ છે …?? તેની તપાસ કરી …અસલ મારવાડી નસલ નો ઘોડો લઇ ને આશુતોષ ભાગ્યો હતો કલાક માં પચીસ કિલોમીટર , અને ટોટલ સો કિલોમીટર તો એ ઘોડો રમતા રમતા કાપે….. રાજસ્થાન પોલીસ ની મુસીબત વધી …બસો કિલોમીટર ના ઘેરવા માં પોલીસ દોડતી કરી…કામિનીમાસી ને તાત્કાલિક ડુંગરપુર થી ઉદયપુર બોલાવાયા …..
પાંચ કલાક વીત્યા હતા .. ઉદયપુર પોલીસ કમિશનરે જાતે કેસ હાથ પર લીધો …અજીબો ગરીબ કેસ હતો મીડિયા પાગલ થયું હતું … ટીવી માં આશુતોષ ના ફોટા ફરતા થયા ….. પેલેસ માં મહારાજા એ જુના જાણકારો ને બોલાવ્યા ….પણ ક્યાં કશે કળાતું નોહતું …..કોઈ એક જન્મ માં આશુતોષ મેવાડી રાજપૂત હતો એટલુજ સિદ્ધ થતું હતું ….સમય વીત્યો લગભગ આઠ કલાક થયા …અંધારું થતું જતું હતું જાનકી અને વેંકટેશ ની ધીરજ ખૂટતી જતી હતી …. અને આખું ઉદયપુર ટીવી ની સામે ચોંટી ગયું હતું …. કમિશ્નર ઓફીસ ની બહાર મીડિયા નો જમઘટ લાગ્યો હતો …. જયપુર રાજભવન થી હેલીકોપ્ટર મંગાવ્યું …..આશુતોષ ની શોધખોળ માટે રાત ના બાર થયા …. (cont.page-6)
No Comments