Page 14
નવામાં ધોરણથી બધા મને અને મેઘનાને ચીડવતા ,અમારું પેરીંગ કર્યું તમે બધાએ અને બસ મને લાગ્યું ત્યારે કે મેઘના જ મારી સપનાની રાજકુમારી છે અને હું મેઘનાના પ્રેમ માં પાગલ થયો, દસમાં ધોરણમાં મેં એકવાર મેઘનાને સાયકલ પર જતી રોકી , અમે બંને જણા વીસ મિનીટ ઉભા રહ્યા પણ એકપણ શબ્દ અમારા મોઢામાંથી ના નીકળ્યો , ફરી ક્યારેય મેં એને ઉભા રાખવાની હિમત ના કરી , કોલેજમાં આવ્યા ખાલી આંખો આંખોમાં અમારી વાત થતી , હું રાહ જોતો હતો બસ ક્યારે ત્રીજું વર્ષ કોલેજનું ચાલુ થાય અને હું એને પ્રપોઝ કરું ,બસ મારી જીંદગીની એ મોટી ભૂલ.. હું મોડો પડ્યો નિલય એચ વન વિઝા લઈને આવ્યો અમેરિકાથી, હું જૈન અને એ લોકો વૈષ્ણવ , નિલય પણ વૈષ્ણવ,એટલે એના ઘરવાળાઓ એ આવો હોશિયાર અમેરિકાનો દેખાવડો પાછો વૈષ્ણવ એમ બસ બધાએ ભેગા થઇને કુંડળીમાં બત્રીસે બત્રીસ ગુણ મેળવી દીધા અને કંકોત્રી છપાઈ ગઈ ..
દોસ્ત રીતલા મને તો કંકોત્રી સુધ્ધા જોવા ના મળી કેમકે હું તો ,મેઘનાના ફ્રેન્ડલીસ્ટમાં હતો જ નહિ.. બસ મેઘના મારી યાદોમાં રહી,
રીતેશ બોલ્યો ઓકે ચલ તારો પાર્ટ તો બહુ જેન્યુઈન છે ,પણ હવે મેઘના ને તારા માટે શું હતું .? કુશલ બોલ્યો શું હતું ? અરે બહુ બધું હતું એ તો મારા કરતા વધારે તડપતી હતી મારા માટે ..પણ એના ઘરના લોકો અને નિલય ના બધા જ પોઝીટીવ પોઈન્ટ જોઈને ક્યારેય જે પ્રેમ નો એકરાર સુધ્ધા ના થયો હોય એવા પ્રેમ ને પ્રેમ કેવી રીતે કેહવો..? એટલે એણે બસ આ લાઈન એણે પકડી અને નિલય જોડે મેરેજ કરી લીધા…
રીતેશે પૂછ્યું તો તારા કેહવા પ્રમાણે તમે ફરી વાર આપણા સ્કુલના ગ્રુપના રીયુનીયન માં મળ્યા..!! હા રીતેશ ધરમથી કહું છું દોસ્ત જુઠ્ઠું હવે શું બોલું ..? તો પછી તમે આગળ ક્યારે વધ્યા કુશલ ..? કુશલ બોલ્યો અમે તો ક્યારેય આગળ તો વધ્યા જ નથી ભાઈ મારા , મેં તો ક્યાંક વોટ્સ એપ પર એક મેસેજ આવ્યો હતો અને વાંચ્યું હતું એક વાક્ય કે કોઈ ની સાથે બે પાંચ મિનીટ ફોન પર વાત કરી લઈએ કે ચાર પાંચ વોટ્સ એપ કરી લઈએ તો એમાં આસમાન નથી તૂટી પડતું બસ ..
Previous Page | Next Page