Page 16
વાત કે મેસેજ સુધ્ધા નહિ કરીએ પણ નિલય કે કંગના બંને જણા એક ના બે ના થયા , એમને અમારા કરતા બીજા લોકો એ કહેલી વાત પર વધારે ભરોસો હતો એટલે એ દિવસે ખાલી અને અમારા સંતાનોના ભવિષ્ય ના બગડે એટલે અમારે કોઈએ ડિવોર્સ નથી લેવા એવું નક્કી થયું,અને નિલયે બિલકુલ મોઢા મોઢ કીધું તમે તમારી નક્કી કરેલી લાઈફ જીવો અને અમને અમારા હાલ પર છોડી દો.. નિલય અને કંગના ના મગજમાં એક જ વાત ઘર કરી ગઈ હતી કે મેં અને મેઘનાએ એ બંને જણા ને છેતર્યા છે હું અને મેઘના ક્યારેય છુટા પડ્યા જ નથી અને અમે એ લોકો ને લગ્નના પેહલા જ દિવસથી છેતર્યા છે .. છેવટે હું અને મેઘના હારી ગયા અને એ લોકો એ કહ્યું કે હવે અમે ક્યારેય તમારી જિંદગીમાં દખલ નહિ કરીએ,અને તમે અમારી જીંદગીમાં ના કરતા અને એ દિવસ પછી એ લોકો એ છુટ્ટો દોર પોતાના હાથમાં લઇ લીધો અને ક્યાય કોઈ મર્યાદા ના રાખી ..
રીતેશે નિ: સાસો ઊંડો નાખ્યો અને દસેક મિનીટ સુધી ખામોશ રહ્યો..બંને જણાએ સિગારેટ ફૂંકી પછી રીતેશે ગાડીમાં પડેલું એક ટીસ્યુ પેપર હાથમાં લીધુંને બોલ્યો જો કુશલ આ ટીસ્યુ પેપરના તમે ચાર જણા ચાર ખૂણા છો ગમે ત્યાંથી આ પેપર ને ફાડીશ તો એકાદી પેર તો તૂટવાની પણ જો એકાદ ખૂણેથી આને કાપીએ તો ? કુશલ બોલ્યો સેહજ અકળાઈને બોલ્યો ભાઈ રીતેશ ચોખ્ખી વાત કર તું મને રમાડ નહિ, મારું બૈરું અને નીલ્યો અમને બહુ રમાડે છે, રીતેશે ચોરસ ટીસ્યુ પેપરનો એક ખૂણો ફાડી નાખ્યો અને પૂછ્યું બોલ હવે આ કાગળ ના કેટલા ખૂણા છે ? કુશલ અકળાઈ ને બોલ્યો પાંચ રીતેશ બોલ્યો બસ ચાર ના પાચ ખૂણા પાડવા પડે પછી બાજી પલટાય , કુશલ બોલ્યો સીધી વાત કર રીતલા .. રીતેશે કીધું તમારા ચાર જણા વચ્ચે જે કઈ ચાલે છે એમાં પાંચમું પાત્ર ઉમેરવું પડે , કુશલ બોલ્યો એટલે? તારે બીજું એક લફરું કરવું પડે તો મેઘના અને કંગના બંને તને છોડી દે , અને પછી તું ડિવોર્સ લઇને શાંતિ થી નવી જીંદગી ચાલુ કર , કુશલ બોલ્યો તું બકવાસ કરે છે રીતેશ આ એક ની જોડે ખાલી વોટ્સ એપ કર્યા એમાં તો આટલે સુધી ની નોબત આવી અને હવે આ બે ને મૂકી અને ત્રીજી કરું તો તો શું નું શું થાય ..!! મારે તો ઝેર જ પીવું પડે , રીતેશ બોલ્યો કઈ ના થાય કુશલ માન મારું, કુશલ બોલ્યો ..એક કામ કર તું જ આ પાંચમો ખૂણો બની જા.
Previous Page | Next Page