Page 2
કુશલ અને મેઘના
બે “મળેલા” પણ “બળેલા” જીવ, બંને જણા બાળપણથી એકબીજાને ઓળખે , જીવનમાં સમય આવ્યે પરણ્યા પણ ખરા. પરંતુ એકબીજાને નહિ..
પેહલા ધોરણથી સાથે ભણ્યા,પાલડીમાં આવેલી વિનય મંદિર સ્કુલમાં એકબીજાની સાથે આજુબાજુ ની બેંચ પર બેસીને બાળપણ વીત્યું, થોડાક મોટા થયા અને કિશોર અવસ્થામાં પગ મુક્યો બંને જણા આઠમાં ધોરણમાં આવ્યા અને ત્યારથી બંને જણાને આખી સ્કુલ ચીડવે, કશી સમજાણ નોહતી પણ કઈક ખોટું છે આ બધું, એટલી સમજણ આવી ગઈ હતી એટલે ડરના માર્યા કુશલે કે મેઘના એ ક્યારેય એકબીજા સાથે વાત ના જ કરી, તે છેક દસમાં ધોરણમાં આવ્યા ત્યારે હૈયે પ્રેમના અંકુર ફૂટ્યા પણ કોણ જાણે એકબીજા સાથે ક્યારેય વાત ના કરી, ક્યારેક નજરનો આમનો સામનો થઇ જાય તો બંને આખી આખી રાત જાગતા કાઢી નાખતા પણ વાત કરવાની હિંમત ખુલી જ નહિ,
અને સમય કોઈના માટે રોકાયો નથી અને રોકાવાનો નથી, સાબરમતીમાં પાણી વેહતું જ ગયું અને બંને જણા એકસાથે એક જ કોલેજમાં આવ્યા કુશલને ફાટ ફાટ જુવાની ચઢી, સાડા છ ફૂટ હાઈટ થઇ અને મોટો પોહળો બાંધો થયો એકદમ ગોરો વાન, નાક નકશો ચોખ્ખા અને હેન્ડસમ,કુશલ ક્લીન શેવ કરીને કોલેજ આવે ત્યારે એની લીલી કાચ જેવી દાઢી છટાદાર ચાલ અને વધારામાં કુશલ ને એના બાપે ફિયાટ ની 118 NE ગાડી અપાવી કોલેજમાં જવા માટે, સાલ જાય ૧૯૮૭ની અને એ જમાનામાં હજી ફિયાટ ની 118 NE એ રોયલ કાર કેહવાતી અને ફક્ત માલેતુજાર લોકો જ આવી ગાડીમાં ફરતા, કુશલ ના રૂપરંગ અને રૂપિયા આ બધાનું એક પરફેક્ટ કોમ્બીનેશન હતો અને એને લીધે કુશલ કોલેજની ઘણી બધી છોકરીઓનો ડ્રીમ બોય થઇ ગયો , કુશલની એક નજર માટે કૈક છોકરીઓ તડપી ઉઠતી..
Previous Page | Next Page