Page 23
અને જતો રહ્યો કુશલ અને મેઘના રીતેશ શું બોલી ગયો એ કશું સમજ્યા વિના એને જતો જોતા રહ્યા…
એ રાત્રે કુશલ અને મેઘના થ્રી ઈડિયટ્સ ગ્રુપમાંથી એક્ઝીટ થઇ ગયા અને થ્રી મ્સકેટીયર્સ ગ્રુપ નું નામ થ્રી ડોગીસ થઇ ગયું ..કંગના એ ગ્રુપ નું નામ બદલી નાખ્યું ..
રીતેશ ,નિલય અને કંગના ત્રણે જણા અઠવાડિયે એક વાર રેગ્યુલર હોટેલની રૂમમાં જતા ,કુશલ અને મેઘના હવે વધારે પસ્તાતા જતા હતા,
સમય જતા નિલય અને કંગના ને ક્યારેક કયારેક શરદી ઉધરસ થવાના ચાલુ થઇ ગયા હતા કંગનાને ઘણી બધી વાર હાઈ ગ્રેડ ફીવર આવતો..
બીજા ત્રણેક મહિના વીત્યા ..એક દિવસ રીતેશે પોતાના ઘરે એક નાનકડું ગેટ ટુ ગેધર ગોઠવ્યું જુના સ્કુલ ફ્રેન્ડસનું દસેક ફ્રેન્ડસનું અને એમાં બધા કપલોએ આફ્રિકા ફરવા જવાનું નક્કી કર્યું,દસે દસ કપલો આફ્રિકા ફરવા જશે એવું નક્કી થયું ,નિલયે કંગના સાથે રેહવાશે અને કુશલે મેઘના સાથે રેહ્વાશે એ લાલચે હા પાડી …અને આફ્રિકા ફરવા માટેના વિઝા માટે પેહલા યલો ફીવરની રસી લેવી જરૂરી હતી ,રીતેશે બધાને પોતાને ત્યાં હોસ્પિટલ આવી અને લઇ જવાનું કીધું ,બધા વારાફરથી પોતાની અનુકુળતા પ્રમાણે યલો ફીવરની રસી લઇ ને ગયા ..
દસે દસ કપલના પાસપોર્ટ રીતેશ ના કલીનીકથી ટ્રાવેલ એજન્ટ લેવા આવ્યો હતો રીતેશે કીધું .. રેહવા દે થોડા દિવસ પોસ્ટપોંડ કરવું પડશે અને એણે દસે દસ કપલો ને મેસેજ નાખ્યો કે ઇબોલા વાઈરસ આફ્રિકામાં અત્યરે જોર પર છે
મહિના પછી આપડે ત્યાં જવાનું રાખીએ …
થોડા દિવસમાં કંગના ને સખત તાવ ચડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરી હતી, એ જ સમયે નિલય ને પણ સખત તાવ હતો એ પણ હોસ્પિટલ માં દાખલ થયો હતો..ફક્ત બે જ દિવસ ના હાઈ ગ્રેડ ફીવરમાં કંગના અને નિલય જુદી જુદી હોસ્પિટલમાં મરી ગયા..
Previous Page | Next Page