Page 7
મેઘના બોલી પ્રોમિસ ને કુશલે કીધું વધારે અકળાઈને કીધું ,હવે હું રીક્ષામાં જતો રહીશ હવે જો ગાડીમાંથી તું ના ઉતરી તો ,મેઘના બોલી ખાલી પ્રોમિસ એટલું બોલને કુશલની ટોટલ છટકી અને એણે ગાડી ચાલુ કરી અને ગાડી ફર્સ્ટ ગીયેરમાં નાખી અને જોરદાર સ્પીડથી ઉપાડી ,ગાડીના ટાયર ચિચિયારા બોલાવી ગયા અને સુમસાન ગલી ટાયરના અવાજથ ગાજી ઉઠી, મેઘના કુશલના આવા વર્તનથી હબકાઈ ગઈ અને બોલી..ઉભી રાખ કુશલ પ્લીઝ, કુશલે ગાડી આગળ ભગાવી અને બોલ્યો નહિ ઉભી રાખું ચલ હવે તો મારી જોડે મારી ઓફીસ,ભલે આખુ ગામ જોતું તને મારી સાથે, મેઘના સમય વર્તીને પેહલા થોડી કરગરી અને પછી ધમકી આપી..ગાડી ઉભી રાખ કુશલ નહિ તો હું ચાલુ ગાડીએ કુદીશ , કુશલે ગુસ્સાથી કીધું માર કુદકો હવે તો જે થવાનું હોય તે થાય .. મેઘનાએ કાન પકડયા અને બોલી સોરી સોરી સોરી સોરી બાબા કુશલે ગાડીને એકદમ શોર્ટ બેક મારી અને મોટે અવાજે બુમ મારી ગાડીમાંથી નીચે ઉતર, મેઘના ચુપચાપ કુશલની સામે જોતા જોતા ગાડીમાંથી ઉતરી ગઈ પણ કુશલે એની સામે નજર સુધ્ધા ના નાખી અને સેન્ટ્રો મારી મૂકી ,
થોડા આગળ જઈને એણે રીતેશ ને ફરી ફોન કર્યો ..મને મળ ને દોસ્ત રીતેશ હું ગજબનો ભરાયો છું ..રીતેશે પૂછ્યું ક્યાં છે તું ?અને શું થયું છે ? કુશલ બોલ્યો અરે પેલી મેઘનાડીમાં હું ભરાયો છું યાર .. સામે છેડે રીતેશ ચમક્યો મેઘનાડી એ વળી તને ક્યાં મળી અને એમાં તું ક્યારથી લપટાયો , અરે યાર કહું છું એ બધું તને પણ પેહલા બોલ ને તું ક્યાં છું , રીતેશે કીધું મારી હોસ્પિટલ પર જ છું આવી જા હમણાં જ એક ઓપરેશન પતાવ્યું છે નવરો જ છું આવ ,કુશલે વસ્ત્રાપુર તળાવે થઈને સંદેશ પ્રેસવાળા રોડ પર ગાડી વાળી અને રીતેશની હોસ્પિટલ પર લીધી..
રીતેશ પણ બહુ જ નાનપણથી કુશલ અને મેઘનાની સાથે જ સ્કુલમાં ભણતો હતો,પણ રીતેશ મેડીકલમાં જામનગર ભણવા ગયો ત્યારે થોડો બ્રેક આવ્યો કુશલ અને રીતેશ ની દોસ્તીમાં ,રિતેશને પણ એક જમાનામાં મેઘના ગમતી ,પણ મેઘનાએ ક્યારેય કોઈ ને ઘાસ નાખ્યું નહિ,
Previous Page | Next Page