Page:-103
છેવટે એણે હિંમત ભેગી કરીને ચિરાગને ફોન લગાડ્યો .. સામેથી જવાબ આવ્યો હલ્લો ગુડ આફ્ટર નુન શર્વરી મેમ..શું મદદ કરી શકુ તમને ?શર્વરી બોલી ચિરાગ .. ચિરાગે એને ટપારી નો મેમ ચિરાગ સર પ્લીઝ ..શર્વરી થોડી અકળાઈ અને બોલી ચિરાગ મારી વાત સાંભળ અમારે સીડીઆઈસીમાં મોટો કાંડ થયો હતો થોડા સમય પેહલા અને તે અત્યારે જે એક્સ સીડીઆઈસી મિસ્ટર ચઢ્ઢાને હાયર કર્યા છે ..ચિરાગ વચ્ચેથી વાત કાપીને બોલ્યો શર્વરી મેમ તમે અને હું કોમ્પિટીટર છીએ..અને ત્રીમ્પોલીમાં મારે કોને હાયર કરવા એ માટે મારે મારી કોમ્પીટીટર કંપનીના ગુજરાતના મેનેજરને પૂછવાનું નાં હોય..ચિરાગ બિલકુલ ના મક્કર ગયો એ શર્વરી સાથે સીધા મોઢે વાત કરવા તૈયાર નોહતો એવું શર્વરીને લાગ્યું પણ શર્વરીના અવાજના કંપન પરથી ચીરાગ સમજી ગયો હતો કે હવે શર્વરી એની પાસે આવી ગઈ છે ,અંદરથી ચિરાગ ખુશ ખુશ થઇ ગયો હતો શર્વરીના આ એક ફોનથી.. શર્વરીએ અકળાઈને ફોન કાપી નાખ્યો..એક જ મિનીટ પછી એક વોટ્સ એપ આવ્યો ચિરાગનો આઈ લવ યુ સરૂ.. હવે શર્વરીને ઓફલાઈન થવા નો મતલબ નોહતો .. શર્વરી એ જવાબ મોકલ્યો શું જોઈએ છે તારે ? સામેથી જવાબ આવ્યો લવ.. શર્વરીએ એક સ્માઇલી મોકલી..સામેથી જવાબ આવ્યો કાલે અમદાવાદ આવું છું હોટેલ સાઉથ એન્ડ રૂમ નંબર એ જ તને ખબર છે..સમય પણ એ જ. શર્વરી એક મિનીટ અચકાઈ જવાબ આપતા પણ છેવટે એણે K ટાઈપ કરીને મેસેજ જવા દીધો.. ચિરાગે સામેથી બહુ બધી કિસીસ ના ઈમોજીસ મોકલ્યા. મિસ્ટર ચઢ્ઢાએ શર્વરીની બેડરૂમ સ્કીલના ચિરાગ પાસે ખુબ વખાણ કર્યા હતા અને ઘણા વર્ષથી ચિરાગ શર્વરીને અડ્યો નોહતો એટલે ચિરાગની શર્વરીને મળવા અને જૂની યાદો તાજી કરવાની અને ફરી એકવાર શર્વરીને પોતાની જુનિયર સ્ટાફ બનાવવાની.. એક અદમ્ય ઈચ્છા થઇ ગઈ હતી.. બપોર અને સાંજ શર્વરીએ ગીફ્ટ સીટીની ઝીણામાં ઝીણી ડીટેઇલ કાઢવામાં પસાર કરી અને બધા પ્લાનીગ ગોઠવ્યા,સાંજે રીના ભટ્ટ જોડે અમેરિકા વાત કરી અને થોડાક ડોક્યુમેન્ટ્સ મેઈલ કર્યા..ઘરે ફોન કરીને જાણ કરી કે રાત્રે ઘણું મોડું થશે ડીનર બહાર કરવાનું છે..ઇશાનને લઈને પોતાની ગાડીમાં શર્વરી સીડીઆઈસીની બ્રાંચ પરથી નીકળી અને હોટેલ મેરિયેટ હોટેલ પર પોહચી.. પર્સી અને મિલન હજી આણંદથી આવ્યા નોહતા ઈશાને હોટેલમાં ચેક ઇન કર્યું અને બને જણા રૂમ પર ગયા..સવારની એરપોર્ટ પર મિસ્ટર ચઢ્ઢાની મુલાકાતથી હતપ્રભ થયેલો ઇશાન રસ્તામાં તદ્દન મૂંગો બેઠો રહ્યો હતો CONT..104