Page:-106
શર્વરી બોલી હું કેવી રીતે ક્લોઝ થવાની હતી? પર્સી તો બહુ જુનો ડ્રગ્સ એડીક્ટ છે,એને મારા કરતા ડ્રગ્સમાં ઈન્ટરેસ્ટ વધારે છે, મિલન બોલ્યો ત્યાં જ તું ભૂલ કરે છે શર્વરી એ ઓરતને ભૂલવા માટે ડ્રગ્સ લે છે ..તું ચોથી ઓરત છે પર્સી માટે, પર્સી તને પેહલા જ દિવસથી પસંદ કરે છે ,તું જયારે બોમ્બે એરપોર્ટ પર પેહલીવાર મને અને પર્સીને મળી ત્યારે જ મેં એ માર્ક કરી લીધું હતું ,પર્સીને જીવનમાં હમેશા એનાથી મોટી ઉમરની ઓરત જ પસંદ પડે છે, અને એનું બહુ મોટુ એક કારણ પણ છે, અને એ કારણ છે એની માં મેહરાન ખંભાતા છે,મેહરાનએ અત્યાર સુધી જહાંગીર કાવસજી અને એના છોકરાઓને ખુબ જ ડોમીનેટ કર્યા છે, એટલે પર્સી જન્મ્યો ત્યારથી જ એનાથી મોટી ઉમરની ઓરતની અન્ડરમાં જ રેહવા ટેવાયેલો છે ,એટલે પર્સીને હમેશા પોતાનાથી મોટી અને એને ડોમીનેટ કરે એવી ઓરત જ પસંદ પડે છે.. અને શર્વરી તારામાં એ બધી જ ક્વોલીટી છે જે પર્સીને જોઈએ છે..શર્વરીના શ્વાસ થોડા ભારે થઇ ગયા પર્સી ખંભાતા જે મિસ વર્લ્ડનો બોય ફ્રેન્ડ હતો એ મને પસંદ કરે છે એ વિચારે .. સેહજ અચકાઈને શર્વરી બોલી ડોન્ટ ટેલ મી જીજુ ..પણ પર્સી તો નાયેશા મેહરાની પાછળ પાગલ છે..મિલન બોલ્યો હા પાગલ હતો છે નહિ,હવે એની માં મેહરાન ખંભાતાએ એ બંને વચ્ચે ખુબ ડીસ્ટન્સ કરાવી દીધું છે ,એટલે નાયેશા મેહરા અને પર્સીનું પેચ અપ થવાની હવે કોઈ જ પોસોબીલીટી નથી, એટલે જ કહું છું કે શર્વરી તું પણ એની પસંદ છે..શર્વરી બોલી ધેટસ નોટ પોસીબલ જીજુ એ હમેશા મને અને ઇશાનને પ્રાઈવસી આપે છે..અને ઓલવેઝ ઇશાનને મારી તરફ પુશ કરે છે.. મિલન બોલ્યો એ એની સ્ટાઈલ છે,પર્સી પેહલા તને ઇશાનની બનાવશે અને પછી ઇશાન પાસેથી તને છીનવી લેશે,નાયેશા મેહરામાં પણ એણે આ જ રમત કરી હતી એના બેસ્ટ ફ્રેન્ડ જોડેથી એણે નાયેશાને છીનવી હતી, એને કોઈપણ વસ્તુ છીનવી લેવામાં અનેરો આનંદ આવે છે.. શર્વરી પર્સીના વિચારે એકદમ એક્સાઈટ થઇ ગઈ એની નસોમાં લોહી ઝડપથી દોડવા લાગ્યું ..મિલન બોલ્યો તું જોયા કર શર્વરી એ ગમે ત્યારે તારા પડખામાં ભરાઈને રાત કાઢશે..અને પછી તારી અને ઇશાનની વચ્ચે આવી અને ઇશાનને પતાવશે અને તારી જોડે આવશે પર્સી..શર્વરી એકદમ ભડકી હા મારા પડખામાં ભરાઈને રાત કાઢશે પર્સી . હા હા .. પેલી બોટમાં.. એટલે હવે તો ઇશાનનને પતાવશે પર્સી..? પર્સી ઇશાનને મારી કાઢશે?ડરનો માર્યો શર્વરીને એકદમ જ ઉબકો આવ્યો એ ટેબલ પરથી ઉભી થઇને દોડીને વોશરૂમમાં જતી રહી.. વોશરુમ માં બેઝીનમાં શર્વરીએ સેહજ નાનકડી ઉલટી જેવું કર્યું અને કોગળા કર્યા, CONT..107