Page:-114
દુનિયા નો નિયમ છે જે માણસ મેહનત કરે એને મજુરી મળે અને જે મેનેજ કરે એને માલ મળે, ત્યારે મેં મેનેજ કર્યું હતું અને તે મેહનત કરી હતી સરૂ ,એટલે તને પાંચ લાખની મજુરી મળી હતી અને અત્યારે તું મેનેજ કરી રહી છે એટલે તને દસ કરોડ મળશે, અને તારો ઇશાન મેહનત એટલે એને મજુરી મળશે ..ચલ બોલ તો આ દસ કરોડમાંથી તું તારા ઇશાનને કેટલા આપવાની છે ? શર્વરી બોલી એને શું છે? એનો કોઈ જ રોલ નથી આ ડીલમાં ચિરાગ ,ચિરાગ આંખો પોહળી કરીને સેહજ હસીને બોલ્યો સરૂ યાર તું તો મારા કરતા પણ એક સ્ટેપ આગળ નીકળી ,મજુરી છોડી દે ખાલી એક ટાઈમ જમાડવા માં જ તે તો ઇશાનને પટાવી દીધો.. શર્વરી બોલી ..ચિરાગ ઇશાનનો કોઈ જ રોલ નથી આ આખી ડીલમાં મેં તને કહ્યું તો ખરું .. ચિરાગ બોલ્યો સરૂ મુંબઈ એરપોર્ટ પર પેહલીવાર તું અને ઇશાન પર્સીને મળ્યા ત્યાંથી તે ગઈકાલ રાત સુધી પર્સીને પકડમાં લેવા માટે તે અને તારી સીડીઆઈસી એનો જબરજસ્ત યુઝ કર્યો છે, અને જો એ છોકરો ના હોત તો તારી સીડીઆઈસીને આંખે પાણી આવ્યા હોત આ ડીલ કરતા એની અને પર્સીની દોસ્તીએ તને અને મિલનને આટલા નજીક આવવાનો મોકો આપ્યો તું પણ પર્સીને ઓળખતી થઇ, તારો ડાયરેક્ટ એક્સેસ થઇ ગયો પર્સી થ્રુ કાયા ઓટોમોટીવમાં ,ઇશાન વિના આ ડીલને થ્રુ કરવાની વાત અશક્ય હતી તમારા બધા માટે ,ચલ એક ઓફર આપું એ છોકરાને મારી ત્રીમ્પોલીમાં લાવી દે હું કાયા પાસેથી બીજા ઘણા ધંધા ખેંચી લઈશ..બને જણા ગાડીમાંથી ઉતરીને એક કોફી શોપમાં પોહ્ચ્યા. ચિરાગ બોલતો રહ્યો હજી પણ મોકો છે તું પર્સીને પકડી રાખ ઇશાન થ્રુ, આજે નહિ તો કાલે એ આખા કાયા ગ્રુપના એન્ટરપ્રાઈઝનો માલિક થશે , અને પણ સાથે સાથે બીજી વાતને પણ હું માનું છું કે પર્સીને બીજા દસ વર્ષ માટે તારે પકડી રાખવો બહુ અઘરો છે..કેમકે તારી ઉમર થશે અને ત્યારે દસ વર્ષ પછી જયારે કાયા ગ્રુપ્સની કમાન પર્સીના હાથમાં આવશે ત્યારે પર્સી યંગ રેહશે એટલે તારી પાસે અત્યારે ખરેખર સમય છે, બે પાંચ વર્ષ પર્સીને ઇશાન થ્રુ પકડી રાખ અને ત્રીમ્પોલીમાં આવી જા સો બસ્સો કરોડમાં તો હું તને આમ રમતી કરી દઈશ ચપટીમાં સરૂ..મિલન દવેને તો તે બિલકુલ લપટાવી લીધો છે, શર્વરી એ સેહજ સૂચક નજરે ચિરાગ સામે જોઇને પૂછ્યું ચિરાગ તું ફરી એકવાર મારે પાસે મજુરી કરાવવા માંગે છે કે મેનેજ ? ચિરાગ ખડખડાટ હસી પડ્યો સરૂ ડાર્લિગ તારી આ વાત ઉપર તો હું તારી ઉપર ફિદા છું, તું મારી પાસેથી દરેક વાત સખત સ્પીડમાં શીખી જાય છે અને એને અમલમાં મૂકી દે છે.. CONT..115