Page:-117
ઇશાન ઉત્સાહમાં આવીને બોલ્યો હું તો કાલ સાંજે જ જામનગર વ્યો જાઈશ..શર્વરી બોલી હા ચોક્કસ તારો પર્સી તને છોડે તો..ઇશાન બોલ્યો માય જાય મારે હવે આ નોકરું પણ નથી ફૂટવું અને નથી આ પર્સીડો જોઈતો બસ ..સરૂ તું ખરેખર ઓલા પીયુષથી ક્યારે છૂટી થાવાની છે ,ઝટ કર આપણે પછી તો આપણે યાં જામનગર જ રહીશું..હેઈ મજા ની શાંતિની તારીને મારી જીંદગી અને હું ત્યાં જ પ્રેક્ટીસ કરીશ કાઈ નથ કુટવા આ નોકરા.. ઇશાન એકદમ એના ઓરીજીનલ કાઠીયાવાડી રંગ અને બોલીમાં આવી ગયો હતો એને સ્મશાન વૈરાગ્ય વળગ્યો હતો ,એકસીડન્ટમાં મોતને સામું જોયું હતું અને એને એહસાસ થઇ ચુક્યો હતો કે પર્સી એનો હશીશ માટે ઉપયોગ કરી રહ્યો હતો .શર્વરીને પણ થોડા સમય માટે ઇશાનથી છુટકારો જોઈતો હતો એટલે એણે થોડા ટોણાના સ્વરમાં કીધું તારો નવો જીગરી દોસ્ત તને નહિ છોડે મને તો મિલનનો ફોન આવી ગયો છે, મારે તો તમારા બંનેનો સામાન શિફ્ટ કરવાનો છે શાહીબાગના બંગલે. ઇશાન થોડો અકળાયો ના ના સરૂ મારે હવે જામનગર જ જવું છે..શર્વરી બોલી ઇશાન પર્સી નહિ છોડે તને એને કરોડરજ્જુમાં ઇન્જરી છે એટલે બહુ હલન ચલન કરવાનું નથી એટલે તારી એને બહુ જરૂર પડશે.. ઇશાન અકળાઈને બોલ્યો માય ગ્યો પર્સીડો હું તો જામનગર જાઉં છું..શર્વરીને લાગ્યું કે હવે ઇશાન હાથમાં નહિ રહે,અને જો ઇશાન અત્યારે અઠવાડિયા માટે જામનગર જતો રેહતો હોય તો મારે પર્સી ,મિલન અને ચિરાગ ત્રણને જ સાચવવાના રેહશે એટલે એ વિચારે એણે ઇશાનને કીધું સારું ચલ હું તારા માટે ટેક્ષી બુક કરું છું અને પર્સીને ખબરના પડે એમ આજે જ સીધો હોસ્પીટલથી જામનગર તારા ઘેર ભાગ તું ,હું પર્સીને સમજાવી દઈશ અઠવાડિયુ રહીને તું પાછો આવી જજે પાછો, ઇશાન બોલ્યો એ નક્કી નહિ મારે તારી આ સીડીઆઈસી ની નોકરી અને પર્સીડાની ચાકરી નથી કરવી, ભલે ગમે એટલા રૂપિયા મળતા હોય તો પણ,સરૂ તું હવે જલ્દી ટેક્ષી બુક કર સરૂ મારા માટે..શર્વરીએ હોશિયારી વાપરી અને ટેક્ષી બુક કરી હોસ્પીટલમાં ડોકટરો જોડે વાત કરી અને ઇશાનનો હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ લઈને ઇશાનને ટેક્ષીમાં બેસાડી જામનગર રવાના કરી દીધો.. લગભગ રાતના આઠ વાગી ગયા હતા એ બધા વહીવટમાં,પછી પર્સીના રૂમમાં ગઈ પર્સીનો હોસ્પીટલમાં પણ મોટો સ્યુટ હતો .પર્સીને ગળે કોલર બેલ્ટ બાંધેલો હતો અને એકદમ નખાયેલો ફિક્કો પર્સી એના હોસ્પિટલ બેડમાં પડેલો હતો, શર્વરી પર્સી પાસે ગઈ અને એનો હાથ દબાવ્યો પર્સીએ કોરા ફફડતા હોઠે પૂછ્યું ઇશાન ક્યાં છે? CONT..118