Page:-124
ચિરાગ બોલતા બોલતા થોડો ઈમોશનલ થઇ ગયો હોય એવું લાગ્યું પણ શર્વરીને હવે ચિરાગ માટે બિલકુલ ઈમોશન રહ્યા નોહતા એના માટે ચિરાગ એના શરીરના દલાલથી વધારે કઈ જ નોહતો, શર્વરી બોલી ઓકે એક કામ કર તું મારા ઘર પાસે એક કોફી બાર ખુલ્યો છે ત્યાં બે વાગ્યે આવી જજે થોડીવાર આપણે બેસી અને પછી હું શાહીબાગ જવા રવાના થઇ જઈશ.. ચિરાગે ના પાડી એ બોલ્યો એક કામ કર પર્સીને પેહલા નીપટાવ પછી મને મળવા આવજે એટલે સાંજે મોડું થાય તો વાંધો નહિ ,શર્વરી એ કીધું સારું ચલ એમ કરું છું..શર્વરી ફાટફાટ લંચ કરીને સીધી શાહીબાગ મેહરાન ખંભાતાના બંગલે પોહચી ગઈ પર્સી થોડો ઘેનમાં હતો,પણ શર્વરી ને જોઈ ને ફ્રેશ થઇ ગયો એણે એની નર્સ અને કેર ટેઈકરને રૂમની બહાર મોકલી દીધા..અને બોલ્યો થેંક્યું શર્વરી તે મને બચાવી લીધો, શર્વરી બોલી કેવી રીતે પર્સી ?પર્સી બોલ્યો તે મિલનને મારા ડીવાઈસીઝના આપ્યા એટલે, શર્વરીના પગ નીચેથી જમીન ખસી ગઈ, પર્સી જે બોલ્યો એ સાંભળીને લગભગ સજ્જડ થઇ ગઈ કે પર્સી ને ક્યાંથી ખબર પડી કે મેં મિલનને એનું લેપટોપ જ ખાલી આપ્યું છે પેલા બધા ડિવાઈસ નથી આપ્યા ? પર્સી આગળ બોલ્યો શર્વરી મિલન ને મારા દરેક સિક્રેટ જાણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે ,એણે જહાંગીર કાવસજીને કહી દીધું હતું કે હું કાયાનું સિક્રેટ લેપટોપ લઈને અમદાવાદ આવ્યો છું ,એણે તારી પાસે માંગ્યા હતાને ? શર્વરી બોલી હા મેં એમને ખાલી લેપટોપ અને આ હાર્ડડીસ્ક જ આપી હતી,પર્સી બોલ્યો સારુ થયુ શર્વરી તે બીજું કઈ નાં આપ્યું તને ખબર છે આ શું છે ?શર્વરી એ માથું ધુણાવી અને ના પાડી, આ અમારૂ કાયા ગ્રુપ્સનું સિક્રેટ લેપટોપ છે અને આ બધા ડીવાઈસથી હું એને ડાયરેક્ટ અમારા સર્વર સથે કનેક્ટ થઇ શકું છું ,પણ મિલન મારા દરેક ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે , એને ખબર છે કે ક્યારેક હું એનો બોસ થવાનો છું..એટલે એ મને ત્યારથી જ કંટ્રોલ કરે છે,શર્વરી હું તને એક વાત કહી દઉં હું જેટલી નફરત જહાંગીર કાવસજી ને અને મેહરાન ખંભાતાને કરું છું ને એટલી જ નફરત હું મિલન ને કરું છું , શર્વરી બોલી પર્સી એ તારા મોમ ડેડ છે,પર્સી બોલ્યો તો શું થઇ ગયું ? મને દરેક જગ્યાએ માસ્ક કરે છે એ લોકો તને ખબર છે શર્વરી મારી ઉમરે જીજીભોય બેરામજી બિહારમાં ચાર મોટી ફેક્ટરીના માલિક થઇ ગયા હતા,અને હું ? શર્વરીને ખબર ના પડી કે આ જીજીભોય બેરામજી કોણ ? પણ એ ચુપચાપ પર્સીને સાંભળતી રહી શર્વરી હું જીજીભોય બેરમજી નો ગ્રેટ ગ્રાન્ડ સન છું મારામાં પણ એ જ જીનેટીક્સ છે CONT..125