Page:- 131
ડાયેના હવે ગમે ત્યારે સીડીઆઈસીમાં ફરી પાવરમાં આવશે અને પેહલા કરતા વધારે તાકાતથી એ પાછી આવશે, શર્વરી બોલી તો મને શું ફર્ક પડશે ? મારે તો આજે પણ ડાયેના મેમ સાથે સારા રીલેશન છે.. ચિરાગ સેહજ હસીને બોલ્યો સરૂ ડાયેના રોચા સાથે કામ કરવા માટે પછી તારે ફરી એના ક્લાયન્ટ અને બીજા બધાની સાથે હોટેલ સાઉથ એન્ડમાં..આટલુ બોલીને ચિરાગ અટકી ગયો શર્વરી કઈ બોલી નહિ અને વિચારતી રહી ચિરાગ શર્વરીના હાવભાવ જોતો રહ્યો અને માપતો રહ્યો શર્વરીએ વિચાર્યું ડાયેના પાછી આવે તો શું ? છેવટે એને લાગ્યું કે એની પાસે તો હુકમના એક નહિ બે એક્કા પડ્યા છે મિલન દવે અને પર્સી ખંભાતા એટલે એ બોલી ચલ ચિરાગ હું હાલ પુરતુ તો સીડીઆઈસી નહિ છોડુ પણ મને એક વાત કહે કે જયેશ પારેખ અને ડાયેના રોચા જો રોકડા રૂપિયાનો વહીવટ કરતા હોય તો પછી એ લોકો એમાંથી દિનેશ પારેખને માટેના પચાસ કરોડ શા માટે આપે ? ચિરાગ બોલ્યો તું હજી સમજી નહિ સરૂ..એ લોકો ડાયેના રોચા અને જયેશ પારેખ રોકડા કાઢેલા રૂપિયાનો વહીવટ કરે છે, ઝઘડી અને છુટા નથી પડી ગયા સીડીઆઈસીથી, આ બહુ વધારે રૂપિયાવાળાના બાપ દીકરા ક્યારે એકબીજાને પ્રેમ કરે, અને ક્યારે એકબીજાને મારી નાખે એની આપણને ના ખબર પડે,અને દુનિયાને પણ ના પડવા દે એમનો એક જ નિયમ હોય છે રૂપિયા આવતા દેખાય ત્યાં અમે એક છીએ અને જ્યાં રૂપિયા જતા દેખાય ત્યાં ઝઘડો કરવનો અને છુટા પાડવા નો ડોળ કરો..શર્વરીને હવે ઘણું બધું ક્લીયર થઇ ગયું હતું , પર્સી પણ એના માં બાપને આટલી બધી નફરત કરે છે પણ રૂપિયાની વાત આવે છે ત્યાં કેવો હોશિયાર થઇ જાય છે ,અને આજે તો બહુ ક્લીયર બોલી ગયો કે જહાંગીર કાવસજી મરી જાય પછી તો બધા રૂપિયા એના જ છે ને..શર્વરી વિચારતી હતી ત્યાં જ ચિરાગએ એક બીજો ખતરનાક સવાલ કર્યો..આ ઇશાન માટે તારી શું ફીલિંગ્સ છે સરૂ ? તું એને પરણવાની છે ? શર્વરીએ અણગમાથી ચિરાગની સામે જોયું અને કઈ જવાબ ના આપ્યો ચિરાગ બોલ્યો ચલ થોડા જુદા એન્ગલથી પૂછુ એ તારી સાથે પરણવાનો છે ? શર્વરી બોલી નન ઓફ યોર બીઝનેસ ચિરાગ, એટલે ચિરાગ બોલ્યો સરૂ ડાર્લિંગ આઈ રીયલી લવ યુ અને એટલે જ હું તારી આટલી બધી કેર કરું છુ..ચિરાગને હવે શર્વરીને છોડાવી નોહતી કોઈપણ ભોગે એને શર્વરીને ત્રીમ્પોલી ફાયનાન્સમાં ખેંચી જવી હતી ,અને એના માટેના બધા જ પ્રયત્નો એ કરી રહ્યો હતો, CONT..132