Page:-136
સારું થયું કે મારી ડોલી પેહલા ઉઠી અને પછી તવાયફ થઇ અને તે ભૂલ કરી તવાયફ થયા પછી ડોલી ઉપાડી..!! એટલે તારું ઘર તો નક્કી તુટવાનું જ હતું..!! , ચિરાગ તું શું જોઇને મને ગોવામાં કેહતો હતો કે ઇશાન જોડે પરણી જા ? હું પીયુષથી ડિવોર્સ લઉં,અને ઇશાન જોડે પરણુ અને પછી બે ચાર વર્ષ માં ઈશાનીયો પણ મને લાત મારે અને હું પણ તારી જેમ રખડી જાઉં તે આવું જ કઈ લોજીક સેટ કર્યું હતું ને? ચિરાગ થોથવાયો અને બોલ્યો હા ..ના..ના ..પણ મેં જ પછી થી તને ના પાડી દીધી હતી યાદ કર..મને તારું બુરુ થાય એમાં રસ નથી સરૂ.. શર્વરી બોલી જાણું છું ચિરાગ ,હવે તને પણ સારી રીતે જાણું છુ , તું મારુ બુરુ થાય એવું ના ઈચ્છે, પણ તારુ સારુ કરવા માટે તું કોઈનુ પણ બુરુ થતુ હોય તો તું એક સેકન્ડનો વિચાર ના કરે ચિરાગ..મારો પણ નહિ ચિરાગ બોલ્યો ..તારો તો છોડ એવો દુનિયા આખી નો જો હું વિચાર કરતો રહ્યો હોતને સરૂ, તો પેલી ૧૦૦ સીસીની બાઈક ઉપર જ હજી હું ફરતો હોત,અને એરપોર્ટની પાળીએ ચડી ને જ પ્લેનને હવામાં ઉડતું અને ઉતરતુ જોતો હોત, સરૂ આપણા ઇન્શ્યોરન્સ ફિલ્ડમાં પેહલેથી જ શીખવાડવા માં આવે છે, યાદ કર.. ગરીબનો ભગવાન પણ નથી હોતો. જો ગરીબ જોડે ભગવાન પણ હોત ને તો એ ગરીબ ના રહ્યો હોત,ભગવાન પણ રૂપિયા વાળાઓ નો થઇ ને જ રહ્યો છે ગરીબ હમેશા એકલો જ હોય છે,માટે ગરીબને ગરીબ જ રેહવા દેવો ગરીબની દોસ્તી પણ તમને ગરીબી જ આપે, શર્વરી બોલી હા યાદ છે અને એ ગરીબ મિત્ર કરતા રૂપિયાવાળો દુશ્મન સારો, કમ સે કમ એ રૂપિયા વાળાના દુશ્મન નો દુશ્મન તો તારો દોસ્ત થશે અને તારી એકાદી પોલીસી લઇ લેશે અને તારે ઘેર કમીશન આવશે..!! બિચારા ગરીબનો તો કોઈ દોસ્ત કે દુશ્મન કશુ જ નથી હોતુ ..!!
ચિરાગ બોલ્યો હવે તને સમજણ પડી કંઈ સરૂ ? ઇશાન કોણ છે ?ગરીબ.!! અને એને જિંદગીમાં પેહલીવાર કોઈ રૂપિયાવાળો દોસ્ત મળ્યો છે,એ પણ પર્સી ખંભાતા..! પર્સીનો પડ્યો બોલ ઝીલશે તારો ઇશાન..!! શર્વરી બોલી ..હા ચિરાગ પર્સીની આગળ તો તું અને હું પણ ભયંકર ગરીબ છીએ ,એના બાપદાદાના સાત પેઢીના કમાયેલા અને ભેગા કરેલા રૂપિયાનો એ વારસદાર છે.! એની વે જે થાય છે એ સારા માટે થાય છે તું પ્લીઝ ઇશાનને ખબરના પડવા દેતો કે રશિયામાં છે એની મને ખબર પડી ગઈ છે,મારે શોધવું તો પડશે જ કે ક્યા ખૂંટના જોરે આ વાછરડો છેક રશિયા સુધી કુધો છે..! મારે મારી બાજી ફરીથી ગોઠવવી પડશે. એટલુ બોલી અને શર્વરીએ સિગારેટના પાકીટમાંથી સિગારેટ કાઢી અને સળગાવી.. CONT..137