Page:-141
શર્વરી બોલી.. બોલને પર્સી, પર્સી બોલ્યો મારી નજીક આવ, શર્વરી હિંચકા પરથી ઉભી થઇ ને પર્સીની વ્હીલ ચેર પાસે આવીને ઉભી રહી શર્વરીની શિફોનની સાડીનો પાલવ હવાથી ઉડી અને પર્સીના મોઢા સુધી ગયો અને પર્સીએ ઉડતો પાલવ પકડી લીધો અને બોલ્યો સરૂ તું મને ફરી વાર ક્યારેય પર્સી સર કહીને નહિ બોલાવે પ્લીઝ સરૂ..એકદમ ગોરો ગોરો લાગતો પર્સી અને ચાર પાંચ દિવસની વધેલી આછી દાઢી અને વાંકડિયા વાળમાં નિર્દોષ લાગતો ચોવીસ પચ્ચીસ વર્ષનો જુવાન,એક હાથ અને એક પગમાં પ્લાસ્ટરવાળા વ્હીલ ચેરમાં બેઠેલા પર્સીનું ભોળુ મોઢું જોઇને શર્વરીને દયા આવી ગઈ, શર્વરી એ પર્સીના વાંકડિયા વાળમાં હાથ ફેરવ્યો અને કીધું સોરી પર્સી, નહિ બોલાવુ તને સર ,પર્સી એ કીધુ બીજું પ્રોમિસ આપ ઇશાન ને તું એક ચાન્સ આપીશ, એ ગમે ત્યારે રશિયાથી પાછો આવે ત્યારે, શર્વરીએ કીધું પ્રોમિસ પણ એ હવે એ જલ્દી આવે તો સારું આઈ એમ વરીડ ફોર હિમ નાવ ,મને એની ખરેખર ચિંતા થાય છે હવે, એ કોઈ મુસીબતમાં તો નહિ ફસાયને ત્યાં પર્સી? પર્સી બોલ્યો ચિંતા ના કરીશ સરૂ, પર્સી જહાંગીર કાવસજી ખંભાતાના હાથ દુનિયાના ગમે તે ખૂણે પોહચી જશે, તારા ઇશાનને એમેઝોનના જંગલ માંથી પણ તારી પાસે પાછો લાવીશ સરૂ..આ મારું પ્રોમિસ છે તને.. શર્વરી સિગારેટના પેકેટ્સ પર્સીને આપી અને ત્યાંથી નીકળી ગઈ,હજી શાહીબાગ અન્ડર બ્રિજમાં જ હતી અને ત્યાં રસ્તામાં ચિરાગનો ફોન આવ્યો, ગાડી ચલાવતા ચલાવતા શર્વરીએ ઈચ્છા નોહતી ફોન લેવાની પણ વાત કરવા ફોન ઉપાડી લીધો.. ચિરાગ મોટેથી બોલ્યો સરૂ ડાર્લિંગ, તારા ક્રિશ્નાવાળા ડોસાના છોકરા જોડે સાઉથ એન્ડ હોટેલમાં હતો અને તારા માટે પાંચ કરોડ રૂપિયામાં આઠ કરોડનો માલ લીધો છે, શેલા ગામ પાસે ગોલ્ફ કોર્સને અડીને આઠ વીઘા જમીન તારા નામે લીધી છે,પાંચ વીઘાની બદલે આજે તારા માટે મારું શરીર મેં ..શર્વરી એ ફોન કાપી નાખ્યો ..!
દોસ્તી,રૂપિયા,સબંધો અને પ્રોફેશનલ લાઈફ… શર્વરીની જીંદગીમાં કોઈ જ રેખા,સીમા, મર્યાદા રહી જ નોહતી..મિલન દવે એક ઝાટકે દસ કરોડ અપાવી ગયો પર્સી ત્રીસ લાખ રૂપિયા વાપરવા આપી ગયો અને ચિરાગ પાંચ કરોડની બદલે આઠ કરોડની જમીન અપાવી ગયો..!! જે પુરુષો માટે એનું શરીર ભોગવટાનું સાધન હતું એ બધા પુરુષોએ ભેગા થઈને આજે એને રૂપિયામાં ડુબાડી દીધી હતી .જે રૂપિયા માટે શર્વરી બાળપણ થી લઈને આજ સુધી તરસતી હતી ,એ રૂપિયાની વચ્ચે આજે શર્વરીને પોતાની જાતને શોધવી પડે એવી હાલત થઇ હતી..!! CONT..142