Page:-157
હાઈ શર્વરી કેમ છે ? મિલન બોલ્યો ..શર્વરી બોલી એકદમ મજામાં એમ કહીને એણે પોતે લાવેલી મીઠાઈના બોક્ષમાંથી એક મીઠાઈનો કટકો કાઢ્યો અને મિલનના મોઢામાં મુકવા ગઈ અને બોલી દીદી,જીજુ આજે મારી લાઈફ નો સૌથી મોટો દિવસ છે ,હું આજે સીડીઆઈસીની ડાયરેક્ટર થઇ ગઈ છુ,મિલનએ બહુ માપમાં ખુશી દેખાડી અને કીધું કોન્ગ્રેચ્યુલેશન શર્વરી..! સ્વાતિ પણ બોલી કોન્ગ્રેચ્યુલેશન..અને શર્વરીના હાથમાંથી સ્વાતિએ મીઠાઈનો કટકો લઇ અને પોણો કટકો પોતે ખાઈ ગઈ અને મિલનના મોઢામાં બાકી વધેલો થોડોક કટકો સ્વાતિએ મિલનના મોઢામાં મુક્યો..અને બોલી તારા જીજુને ડાયાબીટીસ છે, એટલે એમને આટલુ જ, બાકીની આ તારી બધી મીઠાઈ હવે મારી..મિલન ડિનર તૈયાર કરાવુ ને? મિલને હા પાડી..સ્વાતિ બોલી શર્વરી તું મિલન સાથે વાતો કર હું તમને બોલાવુ..એટલુ કહીને સ્વાતિ ડ્રોઈંગરૂમની બહાર ગઈ,શર્વરીએ કીધું જીજુ પેલા બધા એકાઉન્ટમાં આવી ગયા છે, ગઈકાલે મેં મહાપરાણે કરાવ્યા છે.. મિલન બોલ્યો કેમ?કોણ આડુ પડ્યું હતું ત્યાં ? શર્વરી બોલી જયેશ પારેખ..! મિલન બોલ્યો ના બને, દિનેશ પારેખને જ પેટમાં દુખ્યુ હોય..! જયેશ પારેખ હા પાડે કે ના પાડે એનુ તો એનુ સાંભળે છે કોણ સીડીઆઈસીમાં..એને અને પેલી એની સેક્રેટરીને તો સીડીઆઈસીમાંથી એકદમ અચાનક જ કાઢ્યા હતા ને,..શર્વરી બોલી હા જીજુ એ જ ડાયેના મેમને કાયા ગ્રુપ્સ જોઈન કરવું છે એ ડાયેના મેમ વર્ષો સુધી સીડીઆઈસીના ઓટો ફાયનાન્સ ડીવીઝનના હેડ રહ્યા છે..મિલન બોલ્યો મને ખબર છે..એ ડાયેના ને તારા દિનેશ પારેખને ક્યાર ની કાયા ગ્રુપ્સમાં ઘૂસાડવી છે,મને બીજા બે ચાર સોર્સ થ્રુ પણ એના માટે એપ્રોચ કરવાની કોશિશ કરી છે.. શર્વરી બોલી તો તમે ડાયેનાને કાયા ગ્રુપ્સમાં નથી આવવા દેતા? મિલન બોલ્યો હા એ કાયામાં રહીને બધું રીપોર્ટીંગ સીડીઆઈસીને કરશે..શર્વરી બોલી તો તો સારુને જીજુ..તમે ડાયેનાને યુઝ કરો એનો એક્ષ કલીગ પેલો મિસ્ટર ચદ્ધા પણ અત્યારે ત્રીમ્પોલીમાં ઘુસ્યો છે..આ બધા અંદર અંદર કનેક્ટેડ છે..તમે એમને પ્રોપર્લી યુઝ કરોને..શર્વરીનો ઈશારો મિલન સમજી ગયો સારું ચલ તુ ડાયેનાને કહી દે કે ફોર્મલી એનો સી.વી. મોકલે બાકીનું એને કાયા ગ્રુપ્સમાં ક્યાં સેટ કરવી એ મારી ઉપર છોડી દે..! ત્યાં એક નોકર એક પ્લેટમાં એક ગ્લાસમાં હજમાહજમ અને બીજા ગ્લાસમાં પાણી અને બે ચાર દવાની ગોળીઓ લઈને આવ્યો..શર્વરીને એ એપેટાઈઝર આપ્યું અને મિલને બધી પ્લેટમાંથી બધી દવાની ગોળીઓ લઇને ગળી લીધી..નોકર કમરાની બહાર ગયો..મિલને પૂછ્યુ પર્સી કેમ છે ? CONT..158