Page:-164
બીજા દિવસે સવાર ખુબ મોડી પડી..લગભગ બાર વાગી ગયા હતા ,મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હતો..મોબાઈલ ચાલુ કર્યો હજી અને ત્યાં તો સિલ્વારાજનો ફોન આવી ગયો..શર્વરી ક્યાં છો તમે? શર્વરીએ એકદમ રુક્ષ સ્વરે જવાબ આપ્યો અમદાવાદમાં છું હું,સિલ્વારાજ બોલ્યા મને જાણ તો કરો તમે કે તમે અમદાવાદ જાવ છો, ગઈકાલનો હું તમને ફોન કરૂ છુ..આજે અત્યારે મારે તમને બીજા ડીરેક્ટરસ સાથે ઇન્ટ્રોડયુસ કરવાના હતા..એની વે પરમદિવસે બોર્ડ ઓફ ડીરેક્ટરસની મીટીંગ છે અને હવે તમે પણ ડીરેક્ટર છો એટલે તમારે પણ મીટીંગ એટેન્ડ કરવી પડશે..એટલે તમે દિલ્લી આવી જજો. શર્વરી બોલી દિલ્લી કેમ ? સિલ્વારાજે કીધું વર્ષની ચાર મીટીંગ થાય છે બોર્ડની અને એ ચારે મેટ્રોમાં થાય છે, આ વખતની મીટીંગ દિલ્લી છે બાકીની ડીટેઇલ તમને એચ.આર. આપશે પણ બી ધેર એટ મીટીંગ..થોડીવારમાં એચ.આર.નો ફોન આવી ગયો અને એણે રીક્વેસ્ટ કરી કે મીટીંગ સવારના નવ વાગ્યાથી છે એટલે બને તો તમે આવતીકાલે દિલ્લી પોહચી જજો મેમ બધા જ ડિરેક્ટરસ આવતી કાલે દિલ્લી પોહચી જશે..શર્વરીને હવે દિલ્લી ગયા વિના છૂટકો જ નોહતો,એની જીંદગી એકદમ ફાસ્ટ ટ્રેક પર આવી ગઈ હતી એનો પોતાનો પણ પોતાની જિંદગી ઉપરનો કંટ્રોલ છૂટી ગયો હતો..દરેક ક્વાર્ટરના અંતે સાયકલ મીટીંગોની તૈયારી કરતી શર્વરી હવે બોર્ડ ઓફ ડીરેક્ટરની મીટીંગમાં જવાની હતી..!! એકદમ યંત્રવત્ રીતે એ તૈયાર થઇને એની બ્રાંચ પર એને મળેલી મર્સિડીઝમાં તદ્દન ફિક્કા મોઢે ગઈ, બધા જ મેનેજરોએ અને સ્ટાફએ સીટ પરથી ઉભા થઇને શર્વરીને માન આપ્યુ ,આજે શર્વરી પેહલીવાર સીડીઆઈસી ની ડીરેક્ટર થઈને બ્રાંચ પર આવી હતી..કોન્ગ્રેચ્યુલેશનસ નો વરસાદ થયો, ફટાફટ બહુ બધા બુકે આવી ગયા અને સીડીઆઈસીની બ્રાંચ પર ઉત્સવનો માહોલ થઇ ગયો..પાર્ટી પાર્ટી ની બુમો પડી શર્વરીએ ક-મને હા પાડી અને અમદાવાદ થી મુંબઈ શિફ્ટ થઈશ એ પેહલા ચોક્કસ પાર્ટી આપીશ એવું પ્રોમિસ આપ્યું,પર્સીનો ફોન આવ્યો હતો ઇશાન કે ચિરાગ એની આજુબાજુમાં હતા નહિ એટલે પર્સી એક જ વ્યક્તિ એવી હતી કે જે શર્વરીની અત્યારની સિચ્યુએશન થોડીઘણી સમજી શકે..પણ પર્સી આગળ મિલન દવેનો રાઝ ખુલે નહિ એનું ધ્યાન રાખવાનું હતું,શર્વરીનું મન કાબુમાં આવતુ નોહતુ છેવટે શર્વરીએ સાંજે શાહીબાગના બંગલે પર્સીને મળવા જવાનું નક્કી કર્યું,બ્રાંચ પરથી ઘરે જઈને હશીશવાળી સિગારેટના ચાર પાંચ બોક્ષ લીધા અને પર્સીની પાસે પોહચી એ જ હીંચકો હતો અને એ જ બંગલો અને ગાર્ડન અને વ્હીલચેરમાં પર્સી ..! CONT..165