Page:-165
શર્વરીનો ઉદાસ ચેહરો જોઇને પર્સી બોલ્યો શું થયું છે સરૂ કેમ આટલી બધી સેડ છે ? શર્વરી કઈ બોલી નહિ, છેવટે બીજી વાર પર્સીએ પૂછ્યુ વોટ્સ રોંગ વિથ યુ ? શર્વરી બોલી મને સીડીઆઈસીની ડાયરેક્ટર બનાવવામાં આવી છે..પર્સી બોલ્યો ધેટ્સ ગ્રેટ કોન્ગ્રેચ્યુલેશનસ શર્વરી..! એમાં ઉદાસ થવાનું શું કારણ છે..? શર્વરી બોલી પર્સી મને એટલી ખબર છે કે જેટલી ઝડપથી ઉપર જાવ એટલી જ ઝડપથી નીચે આવવુ પડે, અને બહુ ઉપર ગયા પછી જયારે નીચે પડીએ ત્યારે એ પછડાટ નો માર બહુ જ હોય..પર્સી બોલ્યો કમ ઓન સરૂ તું તારી વાત જ ભૂલી ગઈ ને, તે મને શું કીધું હતું ? યાદ કર જે વાત કે ઘટના થઇ નથી એના વિષે જયારે બહુ જ વિચારીએને ત્યારે આપણી પાસે ફક્ત અને ફક્ત દુઃખ આવે..અને હું નથી જાણતો કે તું શેનાથી ડરી ગઈ છે,ડાયરેક્ટર એ કોઈ એવી મોટી ચેલેન્જ નથી કે તું એને ઓનર ના કરી શકે, પણ મને તારા મોઢા પર કોઈક બીજો ડર એકદમ સાફ દેખાય છે..જો તારો ડર એ જ છે કે તું બહુ ઝડપથી ઉપર આવું રહી છે એટલે તું એટલી જ ઝડપથી નીચે પડીશ તો એ ડર મનમાંથી કાઢી નાખ,એવું કશુ નીયર ફ્યુચર માં તારી સાથે નહિ થાય..તું હવે બે વર્ષ સુધી તો સીડીઆઈસીની ડાયરેક્ટર ચોક્કસ રહીશ..અમે લોકો અમારા ડાયરેક્ટરસ ને એટલા ઝડપથી ના બદલી શકીએ..શર્વરી બોલી હા તારી વાત બરાબર છે પર્સી પણ મને લાગે છે કે મારે સીડીઆઈસી માં એઝ અ ડાયરેક્ટર નથી રેહવુ..પર્સી બોલ્યો કેમ શું પ્રોબ્લેમ છે તને એમાં..? શર્વરીને લાગ્યુ કે હવે અર્ધસત્ય બોલી જ કાઢુ..પર્સી હું બોમ્બેમાં મારી એક્ષ બોસ ડાયેના રોચાને મળી હતી ,તુ કદાચ નહિ ઓળખતો હોય પર્સી બોલ્યો ના હું ઓળખુ છુ એને..દરેક પાર્ટીઝમાં એ જયેશ પારેખની સાથે હોય છે અને એને અને જયેશ પારેખને એક સાથે સીડીઆઈસી માંથી મિસ્ટર દિનેશ પારેખએ ફાયર કર્યા હતા. જયેશ વોઝ ઇન બ્રાઝીલ એટ ધેટ ટાઈમ, આઈ નો ધેટ લેડી ..એન્ડ લેટ મેં ટેલ યુ વન ઇન્સીડેન્ટ ઓફ ધેમ..જો તું એના લીધે જ ડરી ગઈ હોય તો..જયેશ પારેખ બ્રાઝીલથી પાછા આવી અને સીધા એ ડાયેનાના ઘરે જ ગયા હતા, અને ત્યાં જ દિનેશ અંકલ આવ્યા અને એ બંને વચ્ચે એ ડાયેનાના જ ઘરમાં જ સખત ઝઘડો થયો હતો, અને દિનેશ પારેખ અંકલે એ જયેશ પારેખની ઉપર એમની પિસ્ટલમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા ત્યારે, એ ડાયેનાએ દિનેશ અંકલને ધક્કો મારી અને નિશાન ચૂકવી દીધુ હતુ, નહિ તો દિનેશ પારેખથી પોતના રીઅલ સનનું મર્ડર થઇ ગયુ હોત, પણ પછી આખી વાત દબાઈ ગઈ કેમકે દિનેશ પારેખ પાસે, CONT..166